કર્મચારીઓના પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઇ મશીનો આપવામાં આવ્યા
પશ્ચિમ રેલ્વે નું મહિલા કલ્યાણ સંગઠન હંમેશાં પશ્ચિમ રેલ્વેની તમામ મહિલા કર્મચારીઓને મદદ કરવા આગળ આવતું રહે છે. પશ્ચિમ રેલ્વે નું મહિલા કલ્યાણ સંગઠન કોરોના વાયરસ રોગચાળાના મુશ્કેલ સમયમાં મહિલા કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ કરી છે અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરી છે.
WRWWO DONATED SEWING MACHINES TO FAMILIES OF WESTERN RAILWAY EMPLOYEES TO MAKE THEM SELF-RELIANT
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ એ આ મુશ્કેલ સમયમાં રેલ્વે કર્મચારીઓને જોડવા માટે અનેક વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને કર્મચારીઓની સકારાત્મકતાને પ્રોત્સાહન આપ્યું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151 મી જન્મજયંતિ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલે પશ્ચિમ રેલ્વેના પસંદ કરેલા કર્મચારીઓના પરિવારોને આત્મ નિર્ભર બનાવવા બાપુ દ્વારા અપાયેલી આત્મનિર્ભર ભારતની ભાવનાને સાકાર કરવાનો નિર્ણય કર્યો. આ પહેલ અંતર્ગત પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંગઠન દ્વારા પશ્ચિમ રેલ્વેના તમામ 6 મંડળ ની મહિલાઓને સિલાઈ મશીનોનું વિતરણ કરાયું હતું.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનની આ ઉમદા પહેલ આ મહિલાઓને તેમનું સારું કાર્ય ચાલુ રાખવા પ્રેરણા આપશે, જે રોગચાળા દરમિયાન મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખૂબ મદદગાર સાબિત થશે. મુંબઈ મંડળ ની શ્રીમતી અનિતા એ.વી., વડોદરા મંડળ ની શ્રીમતી શિલ્પા બેન, અમદાવાદ મંડળ ની શ્રીમતી જિનલબેન એસ. ઠાકોર, રતલામ મંડળ ની શ્રીમતી નિર્મલા વર્મા, રાજકોટ મંડળ ની શ્રીમતી રુચા કુશવાહા અને ભાવનગર મંડળ ની શ્રીમતી મમતા કુમાર ને આ સિલાઈ મશીન મળ્યા છે.
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલે જણાવ્યું હતું કે ભારતને સ્વતંત્ર અને આત્મનિર્ભર દેશ બનાવવાનું મહાત્મા ગાંધીનું સપનું હતું. ઘણા પ્રકાર ની વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિ સાથે, ભારતે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે અને તેથી તે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. “આત્મનિર્ભર ભારત” શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ મહાત્મા ગાંધીએ સ્વદેશી આંદોલન દરમિયાન 1905 માં કર્યો હતો અને હાલના સંજોગોમાં આપણા દેશના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ આ સૂત્ર ને બુલંદ કર્યુ છે.
શ્રીમતી તનુજા કંસલે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની અને તેને વૈશ્વિક સ્તરે બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કૃષિ થી માંડીને અંતરિક્ષ મિશન સુધી ભારતે વિશ્વના દરેક પાસામાં આત્મનિર્ભર બનવાની ધૈર્ય અને કુશળતા દર્શાવી છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન પણ ભારતે વિવિધ રીતે “આત્મનિર્ભર ભારત” ના આદર્શોને સાકાર કર્યા છે. તેમણે કહ્યું કે આપણે આપણા જીવન અને કાર્યમાં આવા આદર્શો અને મૂલ્યો વિકસાવવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંગઠને વર્તમાન દિવસોમાં પશ્ચિમ રેલ્વેની ઘણી મહિલાઓ અને કર્મચારીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઘણી મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ સીવણ મશીનોની ભેટનો લાભ આ પશ્ચિમી રેલ્વે પરિવારોના સભ્યોના જીવનમાં લાંબું સમય ચાલશે. આ મહિલાઓ પહેલે થી જ સીવણકામ કરવામાં કુશળ છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં તેમની કુશળતામાં સુધારો કરવામાં અને તેમના પરિવારને ટેકો આપવા માટે તેમને એક પ્રકારની સહાયતા અને ઉપકરણોની જરૂર હતી.