બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કામાં અનેક દિગ્ગજાેનું ભાવી નક્કી થશે
પટણા: બિહારમાં પહેલા તબક્કામાં જે ૭૧૪ બેઠકો પર ૨૮ ઓકટોબરે મતદાન થનાર છે તેના પર અત્યારથી જ બધાની નજર ટકેલી છે. પહેલા તબકક્કાની હોટ બેઠકોમાં ભાજપ જદયુ અને રાજદના દિગ્ગજાેની પ્રતિષ્ઠા દાવ પર છે.
ગયાથી ભાજપના પ્રેમ કુમાર ધારાસભ્ય છે તે સતત છ ચુંટણી જીતી ચુકયા છે. નીતીશકુમારમાં સતત મંત્રી પણ છે. ભાજપના વરિષ્ઠ નેતાઓમાં તેમનો સમાવેશ થાય છે પ્રેમકુમાર ફરી ભાજપની ટિકિટ પર મેદાનમાં છે. દિનારાથી નીતીશકુમારના મંત્રી જયકુમારસિંહ જદયુના ઉમેદવાર છે આ બેઠક ભાજપથી બળવો કરી રાજેન્દ્રસિંહ લોજપા ઉમેદવાર છે. કહલગાવથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સદાનંદ સિંહના પુત્ર શુભાનંદ મુકેશ પાર્ટીના ઉમેદવાર છે સદાનંદ સિંહ કોંગ્રેસના અજાતશત્રુ નેતા છે પુત્ર શુભાનંદે હાલ ઇનિગ્સ શરૂ કરી છે.
મોકામા બિહારની ચર્ચિત બેઠક છે અહીં બાહુબલી અનંતસિંહ ચુંટણી જીતતા આવ્યા છે આ પહેલા તેમના ભાઇ અહીં ધારાસભ્ય રહી ચુકયા છે રાજદે તેમનો આ વખતે ઉમેદવાર બનાવ્યા છે લખીસરાય બેઠકથી નીતીશકુમારના મંત્રી વિજય કુમાર સિંન્હા ભાજપના ઉમેદવાર છે પહેલા તબક્કામાં તેમની પ્રતિષ્ઠા પણ દાવ પર છે.
ઔરંગાબાદ બેઠકથી ગત વાર ભાજપ નેતા અને પૂર્વ મંત્રી રામાધાર સિંહ ચુંટણી હારી ગયા હતાં બિહારના ચિતૌડગઢ કહેવાતી ઔરંગાબાદથી એકવાર ફરી રામાધાર સિંહ ભાજપની ટીકીટ પર મેદાનમાં છે. ઔરંગાબાદની જ રફીગંજ વિધાનસભા બેઠક પર પણ લોકોની નજર છે રફીગંજથી જદયુના મોટા માઓવાદી નેતા રાધાધારસિંહના પુત્ર અશોક સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે અશોક સિંહ વર્તમાનમાં ધારાસભ્ય છે તેમના પિતા ભાકપા માઓવાદીના ગોરિલ્લા આર્મીથી જાેડાયેલ હતાં પહેલા તબક્કાની આ તમામ બેઠકો પર મુકાબલો રસપ્રદ બની રહશે મોટાભાગની બેઠકો પર ત્રિકોણીય મુકાબલો થાય તેવી સંભાવના છે.