સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મિથુન ચક્રવર્તીનું રિસોર્ટ તોડવામાં આવશે
નવીદિલ્હી: તામિલનાડુમાં બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી અને કેટલાંક અન્ય જાણીતા વ્યક્તિઓના રિસોર્ટ તોડવામાં આવશે આ રિસોર્ટ બહાથિયાના સુરક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવ્યા હતાં સુપ્રીમ કોર્ટ દ્વારા રિસોર્ટ તોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નીલગિરી પહાડીના મદુમલાઇ ફોરેસ્ટ રેંજમાં કેટલાક જાણીતા વ્યક્તિઓએ પોતાના રિસોર્ટ બનાવી લીધા હતાં જેમાં મિથુન ચક્રવર્તીનો પણ એક રિસોર્ટ છે આ વિસ્તારમાં હવામાન બદલાતા મોટી માત્રામાં હાથીનું ઝુંડ ત્યાંથી પસાર થાય છે રિસોર્ટ બનાવવામાં આવ્યા પછી ત્યાં લોકોની જનસંખ્યા વધવા લાગી જેના કારણે આ રોડ પરથી હાથીઓના પસાર થવા પર અસર પડી રહી છે.
મદ્રાસ હાઇકોર્ટે ૨૦૧૧માં જ રિસોર્ટ તોડવા આદેશ આપ્યો હતો પરંતુ મિથુન ચક્રવર્તી સહિત કેટલાક લોકો આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો ત્યારથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં અટકીને પડયો હતો જાે કે હવે સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના આદેશ પર મહોર લગાવી દીધી છે.
૨૦૧૧માં હાઇકોર્ટે પર્યાવરણ પરના ખતરાને ધ્યાનમાં રાખીને કોર્ટે મિથુનના રિસોર્ટ સહિત આ વિસ્તારના કેટલીક હોટલોના ડિમોલેશન માટે પણ આદેશ આપ્યો હતો જાે કે મિથુન ચક્રવર્તીએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતા અરજી દાખલ કરી હતી. અને જણાવ્યું હતું કે તેના રિસોર્ટથી કેટલાક આદિવાસીઓને રોજગારી મળે છે આ સાથે જ આ ક્ષેત્રમાં રિસોર્ટ હોવું અને લોકોના આવનજાવનના કારણે હાથીઓના ગેરકાયદેસર શિકાર પર પણ લોક લાગી છે જેના કારણે તેના રિસોર્ટને તોડવાથી મુક્તિ મળવી જાેઇએ
મદ્રાસ હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ઇકોટુરિઝમના નામ પર બનાવવામાં આવેલા મિથુનના હોટલથી પર્યાવરણથી ઘણુ નુકસાન થઇ રહ્યું છે આ બંગાળ એલિફંટ કોરિડોરમાં પડે છે અને આ જમીન પર વિન વિભાગનો અધિકાર છે.