Western Times News

Gujarati News

નવરાત્રીમાં આરતી માટે પોલીસની મંજૂરી અનિવાર્ય

અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે. પૂજા અને આરતીના કાર્યક્રમ દરમિયાન ૨૦૦ કરતા વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં. તારીખ ૧૭ ઓક્ટોબર, શનિવારના રોજ નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સોસાયટી-ફ્લેટમાં આરતી માટે પણ પોલીસની મંજૂરી લેવી પડશે.

અમદાવાદમાં નવરાત્રીના તહેવાર સંબંધિત પોલીસની સ્પષ્ટતા સામે આવી છે. નવરાત્રીમાં આરતી માટે પોલીસની મંજૂરી લેવી પડશે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. પ્રસાદની વહેંચણી પેકેટમાં કરવાની રહેશે. સોસાયટી અને ફ્લેટના પ્લોટની ક્ષમતા પ્રમાણે માણસો ભેગા કરી શકાશે. સરકારે ૨૦૦ લોકોની મંજૂરી આપી છે. જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં આરતી માટે મંજૂરી નહી
મળે.

સોસાયટી અને ફ્લેટમાં પૂજા અને આરતીના કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવા સહિત કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવાનું રહેશે. દરેક સોસાયટી-ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી લેવી પડશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી આ પરવાનગી મેળવવાની રહેશે. જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી નવરાત્રીમાં આરતી અને પૂજાના કાર્યક્રમ માટેની પરવાનગી મળી શકશે. જે લોકોએ પરમિશન નથી લીધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.