Western Times News

Gujarati News

ગાંધીનગરમાં નેશનલ ઓથોરિટીનું કાર્યાલય શરૂ કરવામાં આવશે

ડાયરેક્ટર જનરલ શિપિંગને રાષ્ટ્રીય ઓથોરિટી ફોર શિપ્સ રિસાયક્લિંગ તરીકે જાહેર કરવામાં આવી

ભારતના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ માટે રિસાયક્લિંગ ઓફ શિપ્સ એક્ટ, 2019 હેઠળ ડીજી, શિપિંગને ટોચની સત્તા આપવામાં આવી

કેન્દ્ર સરકારે શિપિંગના ડાયરેક્ટર જનરલને શિપ્સના રિસાયક્લિંગ અંગેના અધિનિયમ, 2019 ની કલમ 3 હેઠળ સર્વોચ્ચ રાષ્ટ્રીય સત્તા તરીકે જાહેર કર્યા છે. Office of National Authority will be set up in Gandhinagar,Gujaratએક સર્વોચ્ચ સંસ્થા તરીકે, ડીજી શિપિંગ શિપ રિસાયક્લિંગને લગતી તમામ પ્રવૃત્તિઓનું સંચાલન, દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે અધિકૃત છે. ડીજી શિપિંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના ટકાઉ વિકાસની દેખરેખ કરશે, જે પર્યાવરણને અનુકૂળ ધોરણો અને શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં કાર્યરત હિસ્સેદારો માટે સલામતી તથા આરોગ્યનાં પગલાં  અંગેના અનુપાલનની દેખરેખ રાખે છે. શિપ-રિસાયક્લિંગ યાર્ડના માલિકો અને રાજ્ય સરકારો દ્વારા આવશ્યક વિવિધ મંજૂરીઓ માટે ડીજી શિપિંગની સત્તા અંતિમ રહશે.

શિપ રિસાયક્લિંગ અધિનિયમ, 2019 હેઠળ, ભારતે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સંગઠન (આઇએમઓ) હેઠળ શિપ રિસાયક્લિંગ માટે હોંગકોંગ કન્વેશનમાં સમ્મિલિત થયું  છે. આઇએમઓમાં ડીજી શિપિંગ ભારતના પ્રતિનિધિ છે અને આઇએમઓના તમામ સંમેલનો ડીજી શિપિંગ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના ગાંધીનગરમાં નેશનલ ઓથોરિટી ઓફ શિપ રિસાયક્લિંગની સ્થાપના કરવામાં આવશે. ગુજરાતમાં સ્થિત કાર્યાલય દ્વારા વિશ્વના અને એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ અને શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના ઘર સમા અલંગમાં યાર્ડના માલિકોને ફાયદો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.