ગેઈલની તોફાની બેટિંગથી પંજાબનો બેંગલોર સામે વિજય
દુબઈ: ૨૦૨૦ની ૩૨મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (royal challengers banglore RCB) અને કિંગ્સ ઇલેવન પંજાબ (Kings Eleven Punjab KEP) વચ્ચેની મેચ શારજહા ક્રિકેટ સ્ટેડિયમ (Sharjah Cricket Stadium IPL 2020) ખાતે રમાઈ હતી. આરસીબીએ આપેલા ૧૭૨ રનના ટારગેટનો પીછો કરતા ક્રિસ ગેલ અને કેએલ રાહુલે છગ્ગાઓનો વરસાદ કરીને પંજાબની ટીમને જીત અપાવી હતી. પંજાબની આ બીજી જીત છે.
આજની મેચમાં મળેલી જીત બાદ પણ પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં ૪ પોઈન્ટ સાથે છેલ્લા સ્થાન પર રહ્યું છે. જ્યારે કોહલીની ટીમ ૧૦ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને યથાવત રહી છે. કિંગ્સ ઇલેવન પંજાબએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૮ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, તેની પ્લેઓફમાં રહેવાની આશાઓ જીવંત બની છે.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે ૬ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા. જવાબમાં કેએલ રાહુલ (અણનમ ૬૧), ક્રિસ ગેલ (૫૩) અને મયંક અગ્રવાલ (૪૫) ની બેટિંગ સાથે મેદાન પર મોટો ટારગેટને જાણે કે નાનો બનાવી દીધો. ચહલની છેલ્લી ઓવરના ૫ મા બોલ પર ગેલ આઉટ થયો હતો. છેલ્લા બોલે નિકોલસ પૂરણે છગ્ગો ફટકારીને પંજાબને વિજય અપાવ્યો.
રાહુલે ૪૯ બોલમાં એક ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે મયંક અગ્રવાલે ૨૫ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૪૫ રન બનાવ્યા હતા. ગેલે તેની અડધી સદી દરમિયાન ૪૫ બોલમાં એક ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા હતા. અંતિમ બોલ પર છગ્ગો ફટકારનારા પૂરણે એક બોલનો સામનો કરવો પડ્યો. બીજી ઈનિંગમાં બોલિંગની વાત કરવામાં આવે તો એક માત્ર યજુવેન્દ્ર ચહલને એક માત્ર વિકેટ મળી હતી. જોકે ચહલે ૩ ઓવરમાં ૩૫ રન આપ્યા હતા. આ સાથે સૌથી ખર્ચાળ બોલર મોહમદ સિરાઝ કે જેણે ૩ ઓવરમાં ૪૪ રન આપ્યા અને તેને કોઈ સફળતા મળી નહોતી. આરસીબી અને પંજાબની મેચમાં કોહલીની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ઓપનિંગમાં ઉતરેલા એરોન ફિંચ અને દેવદત્ત પટ્ટીકલની પાર્ટનરસિપ લાંબી ચાલી નહીં અને ૩૮ રને દવદત્તની વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ વિરાટ કોહલીએ બેટિંગ લાઈનઅપ સંભાળી લીધી અને ધમાકેદાર ઈનિંગમાં માત્ર ૩૮ બોલમાં ૪૮ રન બનાવી આઉટ થયો હતો. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદર ૧૩ રન(૧૪ બોલ).
શિવમ દુબે ૨૩ રન (૧૯ બોલ), એબી ડી વિલિયર્સ માત્ર ૨ રન જ બનાવી શક્યો. છેલ્લી ઓવરોમાં ક્રિસ મોરિસે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર ૮ બોલમાં ૩ સિક્સ મારી ૨૫ રન બનાવ્યા હતા.આમ આરસીબીની ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવ્યા. હવે વાત કરીએ પંજાબની બોલિંગ લાઈનની તો તેમાં સૌથી સફળ બોલર તરીકે મુરુગન અશ્વિન રહ્યો હતો તેણે ૪ ઓવરમાં ૨૩ રન આપીને બે મહત્વની વિકેટ મેળવીહતી. આ ઉપરાંત મોહમ્મદ શમીએ ૨, અર્શદીપ સિંગ અને ક્રિસ જોર્ડનને ૧-૧ વિકેટ મળી હતી.