બડગામમાં અથળામણમાં ૧ ત્રાસવાદી ઠાર, એક ઝડપાયા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે અને એકે૪૭ રાઇફલ સાથે જીવિત આતંકવાદીની ધરપકડ કરી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમના નાપાક ઇરાદા છોડી રહ્યા નથી. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, એન્કાઉન્ટરની શરૂઆત બડગામના ચદુરા વિસ્તારમાં થઈ હતી. બડગામ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી માર્યો ગયો હતો, પોલીસ અને સુરક્ષાદળો કાર્યવાહી કરી રહી છે. એસઓજી ચૌડોરાની સંયુક્ત ટીમ, ૫૩ આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું.
પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન રોકાઈ ગયું છે. કાશ્મીરના બડગામના ચડૂરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મોટી સફળતા હાંસલ કરતી વખતે સુરક્ષા દળોએ ૪૭ રાઇફલ સાથે જીવતા આતંકવાદીની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં શુક્રવારે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ફાયરિંગ અટકી ગયું છે. તેમણે કહ્યું કે આતંકીઓએ ચડૂરા વિસ્તારમાં એક બગીચામાંથી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.
તેમણે કહ્યું કે આ વિસ્તારને ઘેરીને આતંકવાદીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી, જે આતંકવાદીની ધરપકડ બાદ પૂર્ણ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના બડગામના ચડૂરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકવાદી માર્યો ગયો ેછે. આતંકવાદીની ધરપકડ થયા બાદ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અગાઉ બુધવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયા હોવાની ખાસ માહિતી મળી હતી, જેના આધારે તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ આતંકીઓના ઠેકાણાને ઘેરી લેતાં, ત્યાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી, એન્કાઉન્ટર શરૂ થયું. બીજી તરફ,સશસ્ત્ર સીમા દળ (એસએસબી)નો એક જવાન કે જે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં પોતાના કેમ્પમાંથી એકે-૪૭ મેગેઝિન સાથે ભાગી ગયો હતો
જેની શુક્રવારે રાજૌરી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. શ્રીનગરના બડગામ જિલ્લાના નગમ ચડૂરા વિસ્તારમાં બે દિવસ પહેલા એક એન્કાઉન્ટરમાં બે સરકારી એસોલ્ટ રાઇફલો લઈને ભાગી ગયેલા જેહાદીઓના જૂથમાં જોડાયેલો પોલીસ એસપીઓ અલ્તાફ હસન, માર્યો ગયો હતો. હાલમાં પોલીસની સત્તાવાર પુષ્ટિની પ્રતીક્ષા છે. ત્રણ દિવસ પહેલા બડગામથી તેની ઓફિશિયલ ઈન્સાસ રાઇફલ અને મેગેઝિન સાથે ફરાર થઈ ગયેલા એસએસબી જવાનને રાજૌરીથી પકડ્યો છે. એસએસબી જવાનની ઓળખ અલ્તાફ તરીકે થઈ છે અને તે રાજૌરીનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા એસએસબી જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ આ જવાન પાસેથી હથિયાર લઇને ભાગી જવાના કારણની તપાસ કરી રહી છે. એસએસબીની ૧૪ મી કોર્પ્સમાં તૈનાત અધિકારીઓને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે. કાશ્મીર ખીણમાં ૧૩ ઓક્ટોબરે સરહદ સશસ્ત્ર દળ એસએસબીના જવાન સહિત બે સુરક્ષાકર્મીઓ તેમના સરકારી હથિયારો લઇ ફરાર થઈ ગયા હતા.
આ બંને મામલાની નોંધ લઈ પોલીસે ગુમ થયેલ સુરક્ષા કર્મચારીઓને શોધવા સઘન શોધખોળ હાથ ધરી હતી. ગુમ થયેલો એસપીઓ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હોવાનું જાણવા મળે છે. આ વર્ષે પોલીસ કર્મચારી હથિયાર સાથે ફરાર થઈ ગયો હોય અને આતંકવાદીઓ સાથે ભળી ગયો હોય તેવો આ પહેલો કિસ્સો છે. ગુમ થયેલ એસપીઓની શોધખોળ માટે પોલીસે આખા કાશ્મીર ખીણમાં કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ એસપીઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.આ સંદર્ભે સૈન્યના જવાનો દ્વારા મદદ પણ લેવામાં આવી રહી છે. રાજૌરીનો રહેવાસી અલ્તાફ બડગામ જિલ્લાના ચડૂરા વિસ્તારના નાગમમાં એસએસબીની ૧૪ મી કોર્પ્સમાં પોસ્ટ કરાયો હતો. ૧૩ ઓક્ટોબરના રોજ રાત્રે ૯.૧૫ વાગ્યે તે અચાનક તેની છાવણીમાંથી ગાયબ થઈ ગયો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે આઈએનએસએએસ રાઇફલ અને ડીએ મેગેઝિન પણ લઈ ગયો છે. અલ્તાફ હુસેન રાજૌરી જિલ્લાના રેહાન કોટરંકાનો રહેવાસી છે. તેના કોર્પ્સના કમાન્ડન્ટે ગત બુધવારે સવારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને એફઆઈઆર નોંધવાનો આગ્રહ કર્યો હતો.