મહિલાએ રણચંડી બનીને યુવકની જાહેરમાં ધોલાઈ કરી
સુરત: સુરતમાં મહિલાઓની છેડતીની સતત ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ રાત્રે સુરત ના શિંગણપોર વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ આવેલી એક મહિલાને યુવકે ગંદા ઈશારા કરતા આ મહિલા રણચંડી બની હતી અને યુવાનને જાહેરમાં ધોલાઈ કરતા લોકોનાં ટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે મહિલાએ યુવાનને જાહેરમાં મારતા તમાશો થયો હતો. મહિલાનો આરોપ હતો કે યુવકે તેને અશ્વીલ ઈશારા કર્યા હતા. હજુ તો અમદાવાદમાં એક આધેડની પિટાઈની શાહી સૂકાઈ નથી ત્યા સુરતમાંથી મહિલાએ જાહેરમાં એક યુવકની પીટાઈ કરી દેતા સમગ્ર રાજ્યમાં આ મામલો ચર્ચાનો વિષય બની રહ્યો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં દાવાનળની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો ફોડ વાયરલ વીડિયોના આધારે જ પડ્યો છે. ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવી રહી છે ત્યારે મહિલાઓની છેડતીની ઘટના જાણે આમ બની રહી છે. ત્યારે ગુજરાત આવા લોકોને સબક શીખવાડવા માટે મહિલાઓ જ જાતે આગળ આવી રહી છે, તેવામાં અમદાવાદ બાદ ગતરોજ સુરતના શિંગણપોર વિસ્તાર આવેલ શાકમાર્કેટ એક મહિલા શાકભાજી ખરીદવા આવેલી હતી ત્યારે આ માર્કેટની સામે કેટલાક રોમિયો અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે
તેમાંથી એક યુવાને આ મહિલાને ગંદા ઈશારા કરતા આ મહિલા જાણે રણચંડી બનીને આ યુવાનને સબક શીખવાડ્યો હતો. મહિલાએ જાહેરમાં આવી જઇને આયુવાનના પહેલાંકપડાં ફાડી નાખ્યા હતા અને ત્યાર બાદ તેને જાહેરમાં ચપળ વડે માર મારી તેની રોમિયોગિરી ઉતારવા લાગી હતી.
જોકે આ રોમિયોની રોમિયોગિરી ઉતારવા લાગતા તમાશો થઈ ગયો હતો .જોકે જોત જોતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા જેને લઇને લોકો મોટી સંખ્યા ભેગા થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ દોડી આવી હતી પણ આ મામલે આખરે બંને પક્ષ વચ્ચે પોલીસની હાજરીમાં સમાધાન થયું હતું. પણ જે રીતે મહિલા સાથે છેડતીની ઘટનાઓ બની રહી છે તેને લઈને પોલીસ કાર્યવાહી પહેલાં મહિલાઓ જ હવે હાથ અજમાવી રહી છે.