તંત્રના કોરોના સામેના બહુઆયામી અભિગમથી દેશભરમાં અમદાવાદ મોડલની ચર્ચા
અમદાવાદ: ગત તા.૧૬ એપ્રિલ બાદ અમદાવાદમાં કોરોના જેટની ગતિથી ફેલાયો હતો. મેના પ્રારંભમાં તો દેશનાં કોરોનાના દસ હોટસ્પોટ શહેરમાં અમદાવાદ આવી ગયુ હતું. સમગ્ર ભારતમાં અમદાવાદની કોરોના કેપિટલ તરીકેની ઓળખ થઇ હતી. જમાલપુર સહિતનો કોટ વિસ્તાર, મણિનગર, ગોમતીપુર સહિતના દસ વોર્ડને કોરોનાના રેડ ઝોન તરીકે જાહેર કરાયા હતા.
દિલ્હીથી કેન્દ્રીય ટીમ અમદાવાદની મુલાકાતે દોડી આવી હતી, તેમાં પણ અસારવા સિવિલ હોસ્પિટલમાં સતત વધતા જતા મૃત્યુઆંકથી લોકો ભયભીત બન્યા હતા. તે સમયે આખા ગુજરાતમાં કોરોનાના કુલ કેસના ૭૦ ટકા કેસ અને મૃત્યુઆંકના ૮૦ ટકા મૃત્યુ પણ અમદાવાદમાં નોંધાતા હતાં, પરંતુ મ્યુનિ. તંત્રની કોરોના સામેના જંગની આક્રમક રણનીતિથી કોરોનાનું તોફાન ઓછું થયું છે. અમદાવાદીઓમાં પણ કોરોનાને હંફાવીશું તેવો આત્મવિશ્વાસ જાગ્યો છે. હવે જાે લોકો નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુ વગેરે બે-ત્રણ મહત્વની બાબતો પર જાગૃતિ દાખવશે તો ચોક્કસ કોરોના વિરૂદ્ધની છ મહિનાથી વધુ લાંબી લડતમાં વધુ સફળતા હાંસલ થશે.
શહેરમાં ગત તા.૧૬થી ૩૦ એપ્રિલ સુધીમાં કોરોનાના નવા મ્યુનિસિપલ તંત્રનો કોરોના સામેના જંગનો ‘આક્રમક અભિગમ’ સફળ નીવડી રહ્યો હોવાની ચોમેર ચર્ચા ૨૫૮૧ કેસ થતાં એપ્રિલમાં કોરોનાના કેસનો આંકડો ૨૯૯૬ થયો હતો. ગત તા.૨૩ મેએ કોરોનાના ૧૦,૦૦૦ કેસ થયા હતા. ત્યારબાદ ફક્ત ૩૨ દિવસમાં કોરોનાના વધુ ૧૦,૦૦૦ કેસ થતાં શહેરમાં ગભરાટ ફેલાયો હતો, જાેકે મધ્ય ઝોનમાં તંત્રના આક્રમક સર્વેલન્સ, આક્રમક ટેસ્ટિંગથી કોરોનાના કેસ ઘટ્યા હતા.
ગત તા.૧૭ મેથી ધનવંતરિ રથને મધ્ય ઝોનમાં ફરતા મૂકી દેવાતાં કોરોના કાબૂમાં આવ્યો હતો, બીજી તરફ પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના કેસ વધવા લાગ્યા હતા, જાેકે તંત્રના કોરોના સામેના બહુઆયામી અભિગમથી દેશભરમાં અમદાવાદ મોડલની ચર્ચા થઇ હતી.
અમદાવાદ મોડલ હેઠળ શહેરનાં તમામ ૭૪ અર્બન હેલ્થ સેન્ટરને સંજીવની વાન સાથે સાંકળી લેવાયા, ડોક્ટર મિત્ર યોજનાનો દર્દીને લાભ મળવા લાગ્યો. કોરોનાના એસિપ્ટોમેટિક દર્દીની ઘર તપાસ માટેની કોરોના ઘર સેવા, સંજીવની વાનથી રોજના ૭૦૦થી વધુ દર્દીની સારવાર થવા લાગી. આ ઉપરાંત ગત તા.૬ જુલાઇથી રોજેરોજ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની જાહેરાત કોરોનાના કેસની વધ-ઘટના આધારે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા અને કમિશનર મુકેશકુમારે કરતાં કોરોનાના સંક્રમણ પર સૂક્ષ્મ નજર રહેવા લાગી છે.
તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર માટે તેમના વિસ્તારના માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની મુલાકાત લેવાનું ફરજિયાત કરી દેવાયું છે.શહેરનાં ૧૦૦ જેટલાં જાહેર સ્થળોએ એન્ટીજન ટેસ્ટિંગના ડોમ ઊભા કરાયા હોઇ લોકોને તે કોરોનાનો ડર ભગાડવા માટે આશીર્વાદરૂપ બન્યા છે. અગાઉ ૧૦૦ લોકોના ટેસ્ટ કરાતાં ૩૫ પોઝિટિવ રિપોર્ટ આવતા હતા તે ઘટીને હવે ૨.૫ પોઝિટિવ રિપોર્ટ થયા છે. આ અમદાવાદ મોડલના ‘ચેઝ ધી કોરોના’ના આક્રમક અભિગમને આભારી હોવાની પણ ચર્ચા છે. મેડિકલના વિદ્યાર્થીઓની પણ કોરોના સામેની લડતમાં મદદ લેવાઇ રહી છે, જેમાં મ્યુનિ. કમિશનર મુકેશકુમારે ગત તા.૧૨ ઓક્ટોબરના ઓફિસ ઓર્ડરથી ડેન્ટલના વિદ્યાર્થીઓનો ઉમેરો કર્યો છે.
બોપલ અને ભાડજની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ પણ હવે કોરોનાનું સંક્રમણ રોકવા તેમનો ફાળો આપશે.ગત તા.૧ ઓક્ટોબરે શહેરમાં કોરોનાના કુલ ૩૪,૪૦૩ કેસ અને કોરોનાથી ૧૭૬૯ મૃત્યુ નોંધાયા હતાં, જે ગત તા.૧૪ ઓક્ટોબરે ૩૬,૫૯૩ અને મૃત્યુઆંક ૧૮૦૯ થયો છે એટલે છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાના નવા ૨૧૯૯ કેસ અને૪૦ મૃત્યુ થયા હોઇ આ બાબત કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે. આ સમયગાળામાં કોરોનાના દર્દી કરતાં ડિસ્ચાર્જ થયેલા દર્દી વધુ એટલે કે ૨૬૪૩ છે. કોરોનાનો પ્રકોપ ઘટતાં ખાનગી હોસ્પિટલમાં પણ ગત તા.૧૪ ઓક્ટોબરની સ્થિતિએ ૪૫ ટકા પથારી ખાલી છે.