શોરૂમના કર્મચારીઓએ ૫.૪૦ લાખના દાગીના ધર ભેગા કર્યા
અમદાવાદ: કૃષ્ણનગરના સુવર્ણભૂમિ બેંકો- પોસ્ટની ઓફિસોમાં કોરોના સંક્રમણ વધતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો સોના-ચાંદીના શો-રૂમના પાંચ વર્ષ જૂના બે કર્મચારીઓએ ૫.૪૦ લાખ રૂપિયાના સોનાના દાગીના બારોબાર વેચી રૂપિયા ઘર ભેગા કરતાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કૃષ્ણનગરના દિવ્ય જીવન રેસિડેન્સીમાં રહેતા અલ્પેશ શાહે મેહુલ પ્રજાપતિ, હરેશ પ્રજાપતિ, ભેમાભાઇ પ્રજાપતિ વિરૂદ્ધ ફરીયાદ કરી છે. અલ્પેશનો નિકોલના કિરણ ડાયમંડની બાજુમાં સુવર્ણભૂમિ નામનો સોના-ચાંદીનો શો-રૂમ છે. હાલમાં શો-રૂમમાં સાત કર્મચારીઓ કામ કરે છે, જેમાં હરેશ પ્રજાપતિ, જે પાંચ વર્ષથી નોકરી કરે છે અને હરેશ શો-રૂમમાં વેચાતી સોના- ચાંદીની વસ્તુઓનો રોજનો હિસાબ રાખવાનું તથા ગ્રાહકોને સંભાળવાનું કામ કરે છે. હરેશ અલ્પેશની સાસરીનો વતની છે. ત્યારબાદ હરેશના મામાના દિકરા મેહુલને પણ નોકરી પર રાખ્યો હતો.
મેહુલનું કામકાજ શો-રૂમ ખોલવાનું બંધ કરવાનું હતું અને આવક-જાવકનો હિસાબ તથા માર્કેટમાંથી સોનાની વસ્તુઓ આપવાનું-લેવાનું હતું. મેહુલ અને હરેશ બંને શો-રૂમનુ મોટા ભાગનું કામકાજ કરતા હતા. અન્ય એક કર્મચારી ભરત ગોસ્વામી કમ્પ્યૂટરમાં સ્ટોક તેમજ હિસાબ રાખતો હતો. બે દિવસ પહેલાં મેહુલ સવારના સમયે વેપારીના ઘરે શો- રૂમની ચાવી લેવા ગયો હતો. ત્યારબાદ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ભરત ગોસ્વામીએ વેપારીને કહ્યું કે શો-રૂમના સ્ટોરમાંથી સોનાની લકી મહેલુ લઇ ગયો છે,
પરંતુ હજુ સુધી તેની કોઇ નોંધ કરાવી નથી આ લકી શો-રૂમમાં પણ હજુ આપી નથી. ત્યારબાદ વેપારીએ મેહુલને ફોન કરીને પૂછ્યુ તો તે બહાર આપી છે તેમ કહીને ગલ્લા-તલ્લાં કરવા લાગ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે મેહુલની ફરી વાર પુછપરછ કરી, પરંતુ તેણે કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
વેપારીએ શો-રૂમનો સ્ટોક ચેક કર્યો તો જાણવા મળ્યું કે તા.૧-૧૦- ૨૦૨૦થી તા.૮-૧૦-૨૦૨૦ સુધીમાં અલગ અલગ વસ્તુ, જેમ કે સોનાની ચેઇન, બુટ્ટી, મંગળસુત્ર, સોનાનો સેટ, લકી, વીંટી, જેની કિંમત ૫.૪૦ લાખ થાય છે. દાગીના વેપારીની જાણ બહાર ઘર ભેગા કર્યા હતા અને હરેશ તથા મેહુલે ચોપડામાં ખોટા હિસાબો લખ્યા હોવાથી તેમનો ભાંડો ફૂટ્યો હતો. વેપારી પાસે મેહુલ અને હરેશે કબૂલાત કરી કે સોનાના દાગીના વેચીને આવેલા રૂપિયા તેના મામા તથા પિતા ભેમાભાઇ પ્રજાપતિને આપ્યા હતા.
ત્યારબાદ બંનેએ થોડા થોડા કરીને રૂપિયા આપી દેવાનું કહ્યું હતું, પરંતુ આજ સુધી રૂપિયા પરત ન આપતાં વેપારીએ તેમના બંને કર્મચારી વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.