Western Times News

Gujarati News

કોરોનાના છેલ્લા ૧૫ દિવસના કેસમાં ૧૮ ટકાનો ઘટાડો થયો

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટતો જણાય રહ્યો છે. ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં ૧૫ દિવસના સમયગાળામાં સંક્રમણના નવા કેસોમાં ૧૮% ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે કોરોનાથી થતાં મૃત્યુ વિશે વાત કરો તો તેમાં પણ લગભગ ૧૯% જેટલો ઘટાડો જણાયો છે.

ભારતમાં આ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં કોરોનાના ૧૦,૫૫,૦૬૮ નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારોના દૈનિક આંકડા મુજબ આ આંકડા ઓગસ્ટના પછી કોઈપણ પખવાડિયામાં સૌથી ઓછા આંકડા છે. સપ્ટેમ્બરના બીજા પખવાડિયાની તુલનામાં આ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૮.૪% ઓછા કેસ નોંધાયા છે. આ સતત બીજુ પખવાડિયું છે

જેમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત પખવાડિયું (૧૬-૩૦ સપ્ટેમ્બર) દરમિયાન પ્રથમ વખત કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયગાળા દરમિયાન સંક્રમણના નવા કેસોમાં ૨.૯%નો ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોનાથી મૃત્યુ પામનારા લોકો વિશે વાત કરવામાં આવે તો ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં ૧૩,૪૭૪ મૃત્યુ નોંધાયા છે. જે પાછલા પખવાડિયાથી ૧૮.૯% ટકા જેટલા ઓછા છે. સપ્ટેમ્બરના પાછલા ૧૫ દિવસમાં પહેલીવાર મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે તે ઘટાડો ફક્ત ૦.૨% હતો.

જ્યારે સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં, કોરોના સંક્રમણના કેસ અને કોરોનાથી મૃત્યુનાં કેસ તેના શિખરે હતા. તે પખવાડિયામાં દેશમાં કોરોનાના કુલ ૧૩,૩૧,૬૬૦ નવા કેસો નોંધાયા હતા(જે અગાઉના પખવાડિયાથી ૨૮.૭% વધારે હતા) અને ૧૬,૬૪૧ મૃત્યુ નોંધાયા છે, જે પાછલા ૧૫ દિવસની તુલનામાં ૧૫.૪% વધારે હતા.

આ દરમિયાન દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૮ લાખની નીચે પહોંચી ગઈ છે. જે ૩૧ ઓગસ્ટ પછી પહેલીવાર આવું બન્યું છે. જોકે શુક્રવારે ૧૬ ઓક્ટોબરે દૈનિક કોરોના કેસ ૬૦ હજારની ઉપર ૬૨,૫૮૭ રહ્યા હતા. જ્યારે મૃત્યુઆંક છેલ્લા ૬ દિવસમાં સૌથી વધુ ૮૭૧ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.