મિથુન ચક્રવર્તીના પુત્ર ઉપર રેપની ફરિયાદ નોંધાઈ
મુંબઈ, મિથુન ચક્રવર્તિના પુત્ર મહાક્ષય ચક્રવર્તિ પર રેપ અને જબરદસ્તી અબોર્શન કરાવવાનો આરોપ લાગ્યો છે. એક 38 વર્ષિય મહિલાએ મુથિનના પુત્ર વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રાત્રે FIR નોંધાવી છે. ફરિયાદમાં મિથુનની પત્નિ યોગીતા બાલીનો પણ ઉલ્લેખ કર્યો છે. તેના પર પીડિતાને ધમકાવવાનો આરોપ લાગાવવામાં આવ્યો છે.
નોંધવામાં આવેલી ફરિયાદમાં મહાક્ષય ચક્રવર્તિ સામે રેપનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતા પ્રમાણે વર્ષ 2015થી 2018 સુધી મહાક્ષય સાથે રિલેશનશિપમાં હતી. વર્ષ 2015માં તે જ્યારે મહાક્ષયનો અંધેરીવાળો ફ્લેટ જોવા ગઈ હતી ત્યારે તેની ડ્રિંકમાં કંઈક ભેળવી દેવામાં આવ્યું હતું અને બાદમાં તેની સાથે જબરદસ્તીથી શારિરિક સંબંધ બાંધવાની કોશિશ થઈ હતી.
જે બાદ પીડિતા ગર્ભવતી થઈ ગઈ અને મહાક્ષયે તેને અબોર્શન કરાવવા કહી દીધું. પીડિતા પ્રમાણે તેણે કંઈ પણ જણાવ્યા વગર કેટલીક દવાઓ દ્વારા તેનું અબોર્શન કરાવવામાં આવ્યું હતું.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઘટના બાદથી પીડિતા અને મહાક્ષય વચ્ચે સંપર્ક નહોતો રહ્યો પરંતુ આ મામલે જ્યારે પીડિતાએ મહાક્ષય સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મિથુનની પત્નિએ તેને ધમકાવી હતી. ફરિયાદમાં મિથુનની પત્નિ યોગિતા બાલી સામે પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.