વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ દેશવાસીઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે નવરાત્રિના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને કહ્યું કે નવરાત્રિના પાવન અવસરની અનેકગણી શુભેચ્છાઓ જગત જનની મા જગદંબા તમારા દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃધ્ધિનો સંચાર કરરે જયા માતા દી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ઓમ દેવી શૈલપુત્રી નમ.નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીને પ્રણામ.તેમના આશીર્વાદથી આપણા ગ્રહ સુરક્ષિત સમૃધ્ધ અને સ્વસ્થ થઇ શકે છે તેમના આર્શિવાદથી ગરીબોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની શક્તિ મળે છે.
દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે નવરાત્રિ તપ સાધના અને શક્તિ ઉપાસનાનું પ્રતીક છે નવરાત્રિના મહાપર્શની સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ મા ભગવતી દરેક પર કૃપા અને આશીર્વાદ બનાવી રાખે જય માતા દી.
એ યાદ રહે કે નવરાત્રીનો પહેલો દિવસ મા શૈલપુત્રીને સમર્પિત રહે છે.તે પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી કહેવાય છે આ સ્વરૂપ શાંત સૌમ્ય અને પ્રભાવશાળી ગણાય છે વિધિ વિધાન સાથે તેમની પુજા કરીને નવરાત્રિની શરૂઆત કરાય છે અને નવ દિવસ મા જગદંબાના નવ રૂપની પુજા કરાય છે.HS