મધ્યપ્રદેશમાં મહિલાએ દુષ્કર્મ અને બ્લેકમેઇલિગથી કંટાળી યુવકની હત્યા કરી
ભોપાલ, ન કોઇ ફરિયાદ,ન કોઇ બીજી કાયદાકીય કાર્યવાહી,સ્થળ પર જ નિર્ણય કરી દીધો આ ઘટના મધ્યપ્રદેશના ગુના શહેરમાં બની છે અહીં એક મહિલાએ દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગથી કંટાળીને એક યુવકની હત્યા કરી નાખી આરોપ છે કે મહિલા કહેવાતી રીતે આરોપીથી એંટલી પરેશાન હતી કે કે તેને ચાકુના ૨૫ વાર કરીને મારી નાખ્યો હતકો. ઉત્તપ્રદેશમાં હાથરસના બનાવ બાદ દેશમાં મહિલાઓ સામે થઇ રહેલા અત્યાચાર મામલે આક્રોશ ફેલાયો છે.દેશમાં મહિલા પર અત્યાચારની દરરોજ અનેક ઘટનાઓ સામે આવતી રહી છે.
મહિલાનો આરોપ છે કે તેણી સગીર હતી ત્યારથી આ યુવક તેના પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો વર્ષ ૨૦૦૫થી તેણીનું શારિરિક શોષણ કરવાની શરૂઆત કરી હતી. રિપોર્ટ અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવકનું નામ બૃજભૂષણે તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો ત્યારપછી પણ અનેક વખત ડરાવી અને ધમકાવીને તેની સાથે બળજબરી કરી હતી બાદમાં મહિલાએ એક શિક્ષક સાથે લગ્ન કરી લીધા હતાં પરંતુ લગ્ન પછી બૃજભૂષણને તેનો પીછો છોડયો ન હતો.
બનાવના દિવસે મહિલા જયારે પોતાના ઘરે એકલી હતી ત્યારે બૃજષણ તેણીના ધરે આવી પહોંચ્યો હતો યુવક નશામાં હતો અને મહિલા સાથે બળજબરી કરવા લાગ્યો હતો પરંતુ મહિલાની ઘીરજ ખુટી ગઇ અને તેણીએ ચાકુના ઘાર મારીને યુવકની હત્યા કરી નાખી હતી યુવકનો જીવ ન નીકળી ગયો ત્યાં સુધી તેણી તેના પર ચાકુથી પ્રહાર કરતી રહી હતી.
યુવકની હત્યા બાદ ખુદ મહિલા પોલીસને આ અંગે માહિતી આપતી અને પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો મહિલાના ફોન કોલ બાદ પોલીસે જાેયું તો આરોપી મૃત હાલતમાં પડયો હતો અને અનેક જગ્યાએથી લોહી નિકળી રહ્યું હતું પોલીસને જનીકમાંથી જ એકત ધારદાર ચપ્પુ મળી આવ્યું હતું હાલ પોલીસે મહિલાની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપી છે અને તપાસ શરૂ કરી છે.HS