કોંગ્રેસને જાન્યુઆરી ૨૦૨૧માં નવા અધ્યક્ષ મળી જશે: સુત્રો
નવીદિલ્હી, તાજેતરમાં સ્થાયી અધ્યક્ષની માંગને લઇ ૨૩ વરિષ્ઠ નેતાઓ તરફથી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખવાને લઇ ખુબ વિવાદ થયો હતો આ વિવાદ બાદ સોનિયા ગાંધીને નવા કાર્યસમિતિની રચનાની સાથે જ સંગઠનમાં ચુંટણી કરાવવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતા મધુસુંદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં નવી ચુંટણી સમિતિની રચના કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર આ ચુંટણી સમિતિએ હવે ચુંટણી પ્રક્રિયાને લઇ કામ શરૂ કરી દીધુ છે. અને બે રાઉન્ડની બેઠક પણ કરી લીધી છે.
ચુંટણી સમિતિના સુત્રોના જણાવ્યા અનુસાર ચુંટણી સમિતિ એક મહીનામાં પાર્ટી અધ્યક્ષ પદ સહિત કાર્યસમિતિના ૧૨ સભ્યોની ચુંટણી કરાવવા માટે તૈયાર હશે અને કોંગ્રેસ અધ્યક્ષને તેની જાણકારી આપી દેવામાં આવી છે
ત્યારબાદ કાર્યસમિતિની બેઠક બોલાવી ચુંટણી સમતિને જાહેરનામુ કાઢવાને લઇ ચુંટણી કરાવવા સુધીનો ટાઇમલાઇન સુચવવામાં આવશે સુત્રોના જણાવ્યા અનુસાર નવા અધ્યક્ષ સહિત કાર્યસમિતિની ચુંટણી મધ્ય જાન્યુઆરી સુધી કરાવી લેવામાં આવશે અને કોંગ્રેસને પોતાના નવા અધ્યક્ષ જાન્યુઆરી ૨૦૨૧માં મળી જશે.
એ યાદ રહે કે આ વખતે ચુંટણી સામાન્ય ચુંટણી પરંતુ એક રીતે અંતરિમ ચુંટણી હશે કારણ કે ગત સ્થાયી અધ્યક્ષની ચુંટણી ૨૦૧૭માં થઇ હતી જેનો કાર્યકાળ ૨૦૨૨ સુધી હતો પરંતુ આ વચ્ચે જ રાહુલ ગાંધીએ રાજીનામુ આપતા સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં.જાે કે નવા અધ્યક્ષ પણ ત્યા સુધી અધ્યક્ષ પદ પર રહેશે જયાં સુધી આગામી ચુંટણી ન થઇ જાય.
કોંગ્રેસની આ વખતે ચુંટણી સામાન્ય રહેશે નહીં આથી આ વખતે ફકત એઆઇસીસી સભ્ય જ ચુંટણીમાં મતદાન કરશે ચુંટણી પહેલા તાજેતરમાં પુર્નરચિત કાર્યસમિતિ પણ પોતાનું રાજીનામુ સોંપી દેશેઅને નવી કાર્યસમિતિ ચુંટવામાં આવશે.
હવે મોટો સવાલ છે કે શું અધ્યક્ષ નહીં બનવાની જીદ પર મકકમ રાહુલ ગાંધી શું ચુંટણી લડશે રાહુલ ગાંધી સતત અધ્યક્ષ નહીં બનવાની વાત અનેકવાર કહી ચુકયા છે.ત્યાં સુધી કે પોતાનું રાજીનામા બાદ થયેલ કાર્યસમિતિની બેઠકમાં તેમણે કહ્યું કે તે ખુદ બનશેં નહીં અને ગાંધી પરિવારથી પણ કોઇ નહીં બને.HS