24 રાજ્યોએ ‘ગિવ વિથ ડિગ્નિટી’ પહેલને ટેકો આપ્યો
તહેવારની આ સિઝનમાં મુકુલ માધવ ફાઉન્ડેશનની સન્માન સાથે આપવાના અભિયાનમાં 24 ભારતીય રાજ્યો સામેલ થયા
અમદાવાદ, આંતરરાષ્ટ્રીય રોગચાળો. રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન. માનવીય કટોકટી. કુદરતી આફતો. આ તમામ ફક્ત 7 મહિનાના ગાળામાં. આ તમામ દરમિયાન હેલ્થકેર, શિક્ષણ, સામાજિક કલ્યાણ તથા જળ અને પર્યાવરણના સંરક્ષણમાં કાર્યરત પૂણેની સેવાભાવી સંસ્થા (એનજીઓ) મુકુલ માધવ ફાઉન્ડેશને આ કટોકટીમાં દેશને મદદ કરવા વિવિધ પગલાં લીધા છે, જેમાં કોઈ વ્યક્તિ વંચિત ન રહી જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
અતિ વંચિત લોકોના હિતો જાળવવા અખિલ ભારતીય સ્તરે પહોંચવા એક વિચારનો જન્મ થયો હતો, જેમાંથી ભારતના 24 રાજ્યોમાં 70,000 પરિવારોના 2.8 લાખથી વધારે લોકોને અનાજકરિયાણું અને હાઇજીન કિટ મળી, જેના પર ચાર સભ્યોનો પરિવાર 21 દિવસ સુધી ગુજરાન ચલાવી શકે.
આ રોગચાળાનું હાર્દ અનિશ્ચિતતા છે. દર કલાકે નવા પડકારો ઊભા થાય છે. છતાં સતત હિંમત અને સાહસ સાથે સેવાની દ્રઢ ભાવના સાથે MMFએ સૌથી વધુ જરૂરિયાત ધરાવતી વ્યક્તિઓની મદદ કરી છે. રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન સૌથી કરુણ માનવ કરુણાંતિકા હતી – જેમાં કેટલાંક લોકોને રોજગારી ગુમાવવી પડી, નાનાં વેપારીઓનાં ધંધા ઠપ થઈ ગયા અને સંપૂર્ણ સમુદાયનું સ્વાસ્થ્ય, સલામતી અને સુખાકારી જોખમમાં મૂકાઈ હતી.
સ્થાનિક આજીવિકાને મદદ કરવા અને અર્થતંત્રને ટેકો આપવા MMFએ દેશભરમાં એમએસએમઈ અને સ્વયંસહાય જૂથો (એસએચજી) પાસેથી સ્થાનિક રીતે અનાજની કિટો માટે ઉત્પાદનો મેળવ્યાં હતાં.
24 ભારતીય રાજ્યોએ ‘ગિવ વિથ ડિગ્નિટી’ પહેલને ટેકો આપ્યો છે. ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ MMFનાં ગિવ વિથ ડિગ્નિટીTM અભિયાનનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્તરે કર્યું હ તું અને લીલી ઝંડી આપી હતી.
ભારત સરકારમાં રાજ્ય કક્ષાના પરિવહન અને રાજમાર્ગ મંત્રી, જહાજ મંત્રી તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોના મંત્રી શ્રી નીતિન ગડકરીએ દેશભરમાં ઉત્સાહ સાથે લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગસાહસોને ટેકો આપવાના વિચારને માન્યતા આપી છે અને એને ટેકો જાહેર કર્યો છે.
રોગચાળા, આર્થિક મંદી અને બેરોજગારીની વાસ્તવિકતા વચ્ચે દેશના વિવિધ વિસ્તારો જુદી જુદી કુદરતી આફતોનો ભોગ બની રહ્યાં છે, જેનાથી વંચિત સમુદાયની પીડા અને નિઃસહાયતામાં વધારો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ, અસમ અને મહારાષ્ટ્રમાં ઘણા વિસ્થાપિત પરિવારો સુધી પહોંચવા મુકુલ માધવ ફાઉન્ડેશને ચક્રવાત એમ્ફાન, ચક્રવાત નિસર્ગ અને અસમમાં પૂરથી અસર પામેલા લોકોને બચાવવા અને પુનર્વસન માટે ટેકો આપ્યો છે.
નવા પ્રકારના દાન અને સમાજને મદદ કરવાનાં દ્રઢ સંકલ્પ સાથે MMFએ અગાઉથી અસ્તિત્વ ધરાવતી હેલ્થકેર, શિક્ષણ, સાફસફાઈ તથા જળ અને સંરક્ષણ કાર્યક્રમો પર સતત કામગીરી કરીને અર્થસભર અસર કરવાનું જાળવી રાખ્યું છે.
ભારતને ખંત અને ઉત્સાહ સાથે ફરી પગભર કરવા ટેકો આપવા મુકુલ માધવ ફાઉન્ડેશને 24 રાજ્યોમાં 30,000થી વધારે વ્યક્તિઓનું પેટ ભરીને તહેવારની આ સિઝનમાં સમાન વિચારસરણી ધરાવતા મિત્રો અને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કેવિનકેર, મેરિકો, હિંદુજા ફાઉન્ડેશન, નેસ્લે, ઇન્દોરમા, ઇન્ડસઇન્ડ બેંક વગેરે જેવા દાતાઓ સાથે તહેવારની સિઝનમાં ખુશીઓ અને આશાનો સંચાર કરવા એની પહેલ #GiveWithDignity હાથ ધરી છે.
આ પ્રવૃત્તિ પર મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી રિતુ છાબરિયાએ કહ્યું હતું કે, “આ લોકડાઉન દરમિયાન પોતાના લાભાર્થીઓને ફાઉન્ડેશન પાસેથી સંપૂર્ણ સાથસહકાર મળ્યો છે અને ફાઉન્ડેશને આ ટેકો પ્રદાન પણ કર્યો છે. અમે લોકોની જરૂરિયાત વચ્ચે ગેપ ભરવા માધ્યમ તરીકે કામ કરીએ છીએ અને આજીવિકાની તક ઊભી કરી છે. આ પહેલમાં આખા ભારતને ટેકો આપવાનું મારું સ્વપ્ન જોવા મળે છે. અમને વિવિધ કોર્પોરેટ, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સમાન વિચારસરણી ધરાવતા પાર્ટનર્સ પાસેથી ટેકો અને પ્રોત્સાહન મળ્યાં છે તેમજ વિવિધ સ્વયંસહાય જૂથો અને એમએસએમઈ સાથે અમે જોડાયા છીએ. ફિનોલેક્સ રિજનલ મેનેજર્સ, સ્ટેટ હેડ્સ અને આખા ભારતમાં ટીમની પ્રતિબદ્ધ અને અસરકારક કામગીરી પર મને ગર્વ અને આદર છે, જેણે આ કામગીરીનો કુશળતાપૂર્વક અમલ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા રોગચાળાએ લોકોની નાણાકીય સ્થિરતા, માનસિક અને શારીરિક સુખાકારી પર માઠી અસર કરી છે તથા ઘણા લોકો માટે રોજિંદા જીવનના અન્ય કેટલાંક પાસાં પર નકારાત્મક અસર થઈ છે. દેશને આ મુશ્કેલ સમયમાં સાથસહકાર આપીને આગળ વધારવા મુકુલ માધવ ફાઉન્ડેશને સ્વયંસહાય જૂથો અને લઘુ વ્યવસાયોને ફરી ગતિ આપવા તેમની પાસેથી આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરી છે. એટલે પાયાના સ્તરે સ્થાનિક સમુદાયોને મોટી મદદ મળી છે.