પ્રાંતિજ સહિત જિલ્લામાં અનેક સ્થળોએ રાત્રી દરમ્યાન કમોસમી વરસાદ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં રાત્રી દરમ્યાન ગાજવીજ પવન કડાકા સાથે એક ઇચ જેટલો કમોસમી વરસાદ ખાબકતા હાલતો ખેડૂતો ના ખેતરો માં તૈયાર થયેલ પાક પલળી ગયો હતો.
અરબી સમુદ્ર માં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેસર ના કારણે અચાનક વાતાવરણ માં પલ્ટો જોવા મળ્યો હતો જેમાં ગઇ રાત્રી દરમ્યાન ગાજવીજ તેજ પવન કડાકા ભડાકા સાથે જીલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં કમોસમી વરસાદ પડતા ખેતીમાં મોટુ નૂકશાન થયું છે જેમાં મોટાભાગ નો તૈયાર થયેલ ડાંગર અને મગફળી નો પાક પલરીજતા હાલતો ખેડૂતો ના હાથમાં આવેલ કોળીયો છીનવાઇ ગયો છે અને હાલતો પાક પલરી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે .