દુમાલા બોરીદ્રા ગામેથી વહેતી ખાડીમાં ઝઘડિયાના ઉદ્યોગો દ્વારા સતત બીજા દિવસે વધુ પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું
ગતરોજ છોડેલા પાણીના નમુના લેવાની કાર્યવાહી બાદ પણ જીપીસીબી અને ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ઐસી તૈસી કરી પ્રદુષણ ફેલાવાનુ યથાવત.
દુમાલા બોરીદ્રાના ખેડૂતની આજરોજ ફરી થયેલ ફરિયાદના પગલે જીપીસીબી એ જણાવ્યું હતું કે આજે દુમાલા બોરીદ્રા તરફ નમુના લેવા નથી આવવાના તેમ જણાવ્યું હતું તથા ઝઘડિયા જીઆઇડીસી ઈન્ડસ્ટ્રીયલનુ સતત મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, દુમાલા બોરીદ્રા ગામના ખેડૂત નરેન્દ્રભાઈ પટેલે ઝઘડિયાના ઉદ્યોગોના દ્વારા વરસાદી કાંસમાં મારફતે સતત બીજા દિવસે ફરી પ્રદૂષિત પાણી છોડવામાં આવતા દુમાલા બોરીદ્રા ગામની નજીક વહેતી ખાડીની આજુબાજુમાં આવેલા નુકસાન થવાની ભીતિ સેવી ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશને જાણ કરાતા રાઉન્ડ ધી કલોક મોનીટરીંગ થઈ રહ્યું છે તથા જી.પી.સી.બી ને ફરિયાદ કરતા જીપીસીબી એ જણાવ્યું હતું કે આજે દુમાલા બોરીદ્રા તરફ નમુના લેવા નથી આવવાના તેમ જણાવ્યું હતું.
ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગોની આજુબાજુના તમામ ગામોના લોકો,ખેડૂતો પ્રદૂષિત પાણી,પ્રદૂષિત કચરો તેમજ ઝેરી ગેસ હવામાં છોડાતો હોવાના પગલે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.વિકાસ અને રોજગારી આપવાના નામ પર જીઆઈડીસી ની આજુબાજુના ભુજળ ગામડાઓના લોકોના જીવન સાથે ઝઘડિયાના ઉદ્યોગો ચેડા કરી રહ્યા હોય ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા તાલુકાના દુમાલા બોરીદ્રા ગામે રહેતા નરેન્દ્રભાઈ પટેલ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.આજે સવારે ફરી જ્યારે તેઓ તેમના ખાડી વગા ના ખેતર આંટો મારવા ગયા હતા.
ત્યારે ગતરોડની જેમ આજે પણ ખાડીમાં મોટા પ્રમાણમાં પ્રદૂષિત પાણી ઝઘડિયા જીઆઈડીસી તરફ થી આવતા પાણીના વહેણમાં જોવા મળ્યું હતું.વધુ તપાસ કરતા ખાડીના કિનારે આટલી મોટી માત્રામાં પ્રદુષિત પાણી ફરીથી ખાડી માંથી વહેતા નરેન્દ્રભાઈ એ જીપીસીબી તથા ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જીપીસીબી દ્વારા ખેડૂત નરેન્દ્રભાઈની ફરિયાદના પગલે કોઈ નમુના લેવા આવવાના નથી તેમ જણાવ્યું હતું ! તથા ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશની મોનીટરીંગ ટીમ દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જીપીસીબી દ્વારા આવી ઘટનાઓમાં ઉદ્યોગો ને છાવરવાની નિતીના પગલે કડક કાર્યવાહી નહીં થતી હોવાના કારણે ઉદ્યોગોને પર્યાવરણ સાથે ચેડા કરવાનો મોકો મળતો રહ્યો છે જેથી વારંવાર આવી ચેષ્ટાઓ ઝઘડિયા ના ઉદ્યોગ સંચાલકો દ્વારા કરવામાં આવે છે જે ગંભીર બાબત છે.