ભારતમાં હવે નાક દ્વારા આપવામાં આવતી વેક્સિનના ટ્રાયલની તૈયારી
નવી દિલ્હી, ભારતમાં વેક્સિનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને હવે ઇન્ટ્રાનેસલ રસીની તપાસ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને કહ્યું કે રેગ્યુલેટરી મંજૂરી મળ્યા પછી ટૂંક સમયમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક નાક દ્વારા આપવામાં આવતી રસીનું ટ્રાયલ શરૂ કરશે. હાલમાં, ભારતમાં નેઝલ રસી અંગે કોઈ ટ્રાયલ ચાલી રહી નથી.
નેઝલ કોરોના વાયરસને લઈને ભારત બાયોટેકે વોશિંગ્ટન યૂનિવર્સિટી અને સેંટ લુઈસ યુનિવર્સિટીની સાથે એક સમજૂતી કરી છે. ડોક્ટર હર્ષવર્ધને કહ્યુ, ભારત બાયોટેકે વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયનાં સ્કૂલ ઓફ મેડિસિનની સાથે એક સમજૂતી કરી છે. જે હેઠળ કંપની Sars-Cov-2 માટે ઈંટ્રાનેજળ રસીના ટ્રાયલ, ઉત્પાદન અને વેપાર કરશે. ડો.હર્ષવર્ધનએ કહ્યુ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક ટૂંક સમયમાં ભારતમાં તેમના નેઝલ કોરોના વાયરસ રસીના લેટ સ્ટેજ ટ્રાયલ શરૂ કરશે, જેમાં 30,000 થી 40,000 વોલેન્ટિયરનો સમાવેશ થશે. WHO મુજબ, દુનિયાભરમાં રસી પોતાના ત્રીજા તબક્કામાં છે અને તે દરેક રસી ઈંજેક્શનવાળી છે.
ભારતના ડોક્ટર, રેડ્ડીઝ લેબ અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) ને પણ ભારતમાં Sputnik Vની રસીના લેટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ DGCIએ મંજૂરી આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે રશિયામાં આ રસીના પ્રથમ અને બીજા તબક્કાઓ બહુ ઓછા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે.
સરકારે થોડા દિવસો પહેલાં કહ્યુ હતુકે, ભારતમાં થોડા મહીનાઓમાં જ કોરોના વાયરસની રસી આવવાની આશા છે. અને આગામી 6 મહીનામાં લોકોને રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તો WHOનું કહેવું છેકે, સ્વસ્થ્ય યુવાઓને કોરોના વાયરસની રસી માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે. કારણકે સૌથી પહેલાં હેલ્થ વર્કર્સ અને વધારે રિસ્કવાળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.