Western Times News

Gujarati News

નવાજ શરીફના જમાઇ સફદર અવાનની ધરપકડ

કરાંચી, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનના જમાઇ સફદર અવાનને કરાંચી પોલીસે ધરપકડ કરી છે આ વાતની માહિતી નવાજ શરીફની પુત્રી મરિયમ નવાજ શરીફે ટ્‌વીટ કરીને આપી છે. એ યાદ રહે કે મરિયમ તાજેતરમાં ઇમરાન ખાન સરકારની વિરૂધ્ધ જારી પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. રેલીમાં મરિયમની સાથે તેના પતિ કેપ્ટન સફદર અવાન પણ સામેલ હતાં.

પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજની ઉપાધ્યક્ષ મરિયમ શરીફે પોતાના ટ્‌વીટમાં જણાવ્યું હતું કે અમો લોકો કરાંચીમાં એક હોટલમાં રોકાયા હતાં પોલીસે મારા રૂમનો દરવાજાે તોડી નાખ્યો અને કેપ્ટન સફદર અવાનની ધરપકડ કરી લીધી
એ યાદ રહે કે વિરોધ પક્ષોએ સંયુકત રીતે ૧૮ ઓકટોબરે કરાંચીમાં ઇમરાન સરકારની વિરૂધ્ધ રેલી કાઢી હતી જેમાં ૧૧ વિરોધ પક્ષો સામેલ થયા હતાં.

આ રેલીમાં મરિયમ નવાજે ઇમરાન ખાન અને પાકિસ્તાની સેના વિરૂધ્ધ ભારે પ્રહારો કર્યા હતાં તેમણે કહ્યું કે ટીવી પર આવી ઇમરાન ખાન પોતાની નિષ્ફળતા છુપાવે છે અને લોકોને કહી રહ્યાં હતાં કે ગભરાવવાની જરૂર નથી ઇમરાન ખાનનો ડર તેમના દરેક શબ્દ દરેક પગલા અને તેમના ચહેરા પર સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે જાે ઇમરાનને સત્તા ચલાવતા આવડતુ નથી અનેે લોકોના હિતમાં કેવી નિર્ણય કરવાના છે આમ કરતા તેમને ન આવડતુ હોય તો તેઓએ નવાજ શરીફથી શિખી લેવું જોઇએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.