બલિયાકાંડ: ભાજપ ધારાસભ્યને તપાસથી દુર રહેવાની સલાહ
નવીદિલ્હી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ બલિયાની ઘટનાને લઇ ધારાસભ્ય સુરેન્દ્રસિંહના નિવેદન પર નારાજગી વ્યકત કરતા ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ સાથે વાત કરી છે તેમણે પાર્ટીના યુપી પ્રમુખને કહ્યું કે તે ધારાસભ્ય સુરેન્દ્રસિંહને એ બતાવે કે તે તપાસથી દુર રહે.
આ પહેલા બલિયાના બૈરિયાથી ધારાસભ્ય સુરેન્દ્રસિંહે રવિવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મહામંત્રી સંગઠન સુનીલ બંસલની સામે પોતાનો પક્ષ રાખ્યો હતો બલિયાના દુર્જનપુર ગામમાં ૧૫ ઓકટોબરે થયેલ હત્યાના આરોપી યુવક ધીરેન્દ્ર સિંહનો ખુલ્લેઆમ સમર્થન કરવાના મામલામાં તેમને અનુશાસનહીનતા અને બિનજરૂરી નિવેદન આપવા પર લખનૌ બોલાવવામાં આવ્યા હતાં.
ધારાસભ્ય બૈરિયામાં રવિવારે કાર્યક્રમમાં પણ હતાં તેમને લખનૌમાં ભાજપ મુખ્ય કાર્યાલયથી ફોન કરી બોલાવવામાં આવ્યા હતાં. આ સાથે જ તેમના વાંધાજનક નિવેદન પર સવાલ જવાબ પણ થયા હતાં સુરેન્દ્રસિંહે પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની મુલાકાત કરી સમગ્ર મામલે પોતાનો પક્ષ રાખ્યો હતો.
સુરેન્દ્રસિંહે કહ્યું હતું કે તે લખનૌમાં પ્રદેશ અધ્યક્ષને મળ્યા હતાં અને પોતાની વાત રાખી હતી તેમણે કહ્યું કે ઘટનામાં કાર્યવાહી એકતરફથી થઇ છે. સુરેન્દ્રસિંહ હત્યાના આરોપી ધર્મેન્દ્ર સિંહને પોતાના નજીકના બતાવી રહ્યાં હતાં જેના પર પાર્ટીને અસહજ સ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જયારે પેટાચુંટણીને ધ્યાનમાં રાખી સુરેન્દ્રસિંહના નિવેદનને યોગ્ય માનવામાં આવી રહ્યું ન હતું. પાર્ટી સુત્રોએ કહ્યું કે તેમણે પ્રદેશ અધ્યક્ષ સાથે વાતચીતમાં કહ્યું હતું કે ઘટના પૂર્વ નિયોજિત ન હતી અને બીજડા પક્ષે પહેલા હુમલો કર્યો મારપીટમાં બંન્ને પક્ષોના લોકોને ઇજા થઇ તેમણે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ પણ બતાવી સુરેન્દ્ર સિંહે કહ્યું કે પાર્ટી જેવો નિર્દેશ આપશે તેવા જ પગલા આગળ ઉઠાવવામાં આવશે.HS