દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૫૫,૭૨૨ કેસ
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના નવા મામલામાં સતત ઘટાડો થઇ રહ્યો છે ગત ૨૪ કલાકમાં કોરોનાના ૫૫,૭૨૨ નવા મામલા સામે આવ્યા છેઆ દરમિયાન ૫૭૯ લોકોના કોરોના વાયરસથી મોત થઇ ચુકયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના ૭૫ લાખથી વધુ મામલા સામે આવી ચુકયા છે નવા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી કુલ ૭૫ લાખ ૫૦ હજાર ૨૭૩ મામલા સામે આવી ચુકયા છે. તેમાંથી ૬૬ લાખ ૬૩ હજાર ૬૦૮ લોકો કોરોનાથી ઠીક થઇ ચુકયા છે. કોરોનાના નવા મામલાની સાથે દેશમાં કોરોનાના સક્રિય મામલામાં પણ કમી આવી રહી છે દેશમાં હાલ કોરોનાના ૭ લાખ ૭૨ હજાર ૫૫ સક્રિય મામલા છે.દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૧ લાખ ૧૪ હજાર ૬૧૦ લોકોના મોત થયા છે.
દેશમાં કોરોના રિકવરી દર તેજીથી વધી રહી છે આરોગ્ય મંત્રાલય અનુસાર ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૬૬,૩૯૯ લોકો ઠીક થઇ ગયા છે.તેને મિલાવી ભારતની કોરોના રિકવરી દર હાલ ૮૮.૨૬ ટકા થઇ ગઇ છે.આ સાથે જ દેશમાં કોરોનાના સક્રિય મામલામાં ઘટાડો આવ્યો છે ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૧,૨૫૬ સક્રિય મામલા ઓછા થયા છે તેને મિલાવી કરોરોનાના એકિટવ રેટ ૧૦.૨૩ ટકા થઇ ગયા છે દેશમાં કોરોેનાના મૃત્યુ દર ૧.૫૨ ટકા છે.HS