જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કહેવાતી ગેરરીતિઓ અંગે ફારૂક અબ્દુલ્લાની પુછપરછ
નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન જેકેસીએમાં કહેવાતી અનિયમિતતાઓથી જાેડાયેલ એક મામલામાં પ્રવર્તન નિર્દેશાલય ઇડીની સમક્ષ હાજર થયા હતાં ઇડીની ટીમે શ્રીનગર ખાતે પોતાના કાર્યલયમાં અબ્દુલ્લાની પુછપરછ કરી હતી આ મામલામાં પહેલા પણ તેમને ઇડીએ બોલાવ્યા હતાં જયારે ફારૂક અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે આ પુછપરછ ગુપકર સમજૂતિને લઇ રાજનીતિક પ્રતિશોધ માટે કરવામાં આવી રહી છે.
એ યાદ રહે કે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કહેવાતા ૧૧૨ કરોડ રૂપિયાની છેંતરપીડીનો મામલો ખુબ જુનો છે તેની તપાસની જવાબદારી જમ્મુ કાશ્મીર પોલીસે આપ્યો હતો પરંતુ બાગમાં કોર્ટે તેને સીબીઆઇને સોંપી દીધો હતો જયારે મની લોન્ડ્રીંગથી જાેડાયા બાદ તેની તપાસમાં ઇડી પણ સામેલ થયું.
ઇડીની પુછપરછને લઇ ફારૂકના પુત્ર ઉમરે ટ્વીટ કરી કહ્યું કે નેશનલ કોન્ફરન્સ ટુંક સમયમાં જ ઇડી સમનને લઇ જવાબ આપશેઆ ગુપકર સમજૂતિ માટે થયેલ ગઠબંધનની રચનાને લઇ રાજનીતિક પ્રતિશોધ માટે કરવામાં આવી રહ્યું છે. જાે કે તેમણે કહ્યું કે ડો સાહેબના નિવાસ પર દરોડા પાડવામાં આવ્યા નથી.
એ યાદ રહે કે ૨૦૦૨થી ૨૦૧૧ વચ્ચે જમ્મુ કાશ્મીર ક્રિકેટ સુવિધાઓના વિકાસ માટે ૧૧૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતાં પરંતુ આરોપ છે કે આ રકમમાંથી ૪૩.૬૯ કરોડ રૂપિયાની ગબન કરવામાં આવ્યું છે.મામલાને લઇ રણજી ટ્રોફી કોચ અને સેલેકટર અને કાશ્મીરના ક્રિકેટ ખેલાડી માજિદ અહમદે ૨૦૧૫માં જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસીએશન કૌભાંડને લઇ હાઇકોર્ટમા ંપીઆઇએલ ફાઇલ કરી હતી.
ત્યારબાદ હાઇકોર્ટે સીબીઆઇને કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો સીબીઆઇએ આદેશ બાદ મામલો દાખલ કર્યો હતો અને ફારૂક અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન મહામંત્રી,અહેસાન ર્મિઝા ખજાનચી અને બશીર અહમદ મિસગર બેંરકમાં એગ્ઝીકયુટિવની વિરૂધ્ધ છેંતરપીડી અને વિશ્વાસના અપરાધિક ભંગનો આરોપ લગાવતા અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી જાે કે અબ્દુલ્લા અને તેમના પુત્ર ઉમરે આરોપોને ફગાવી દીધા હતાં.HS