Western Times News

Gujarati News

રેચ અને પાચનની પ્રક્રિયા

9825009241

એવો એક અંદાજ છે કે દર વર્ષે લગભગ એક કરોડ અને ચાલીસ લાખ પાઉન્ડ બ્રિટીશરો રેચની દવા પાછળ ખર્ચે છે.
પેટ અને પાઈપઃ
આની પાછળ એવી માન્યતા કામ કરે છે કે મળને શરીરમાં પડ્યો રહેવા દેવાય તો તેનું ઝેર થાય અને તે શરીરમાં પાછુ ચડે છે. એટલે શરીરનું સાફસૂફી અર્થે રેચ લેવાની એક પ્રથા પડી ગઈ છે. જેમ પાઈપને સળિયાથી સાફ કરે તેમ રેચ લઈને આંતરડાં સાફ કર્યાનો આ વર્ગ સંતોષ માને છે. પરંતુ એ ભૂલી જવાય છે કે પાઈપ નિર્જીવ વસ્તુ છે જ્યારે આંતરડાં જીવંત વસ્તુ છે.

મોટાભાગની રેચને માટે લેવાતી દવાઓ આંતરડામાં દાહ ઉત્પન્ન કરે છે અને આ દાહને કારણે આંતરડાંની અંદરનો મળ જે સામાન્ય ઝડપે આગળ ધકેલાય છે. રેચની દવાઓ ખાસ કરીને નેપાળો, દીવેલ, ફિનોપ્થેલીન, વિલાયતી મીઠું, રાફઈન, કેલોમેન ઉપરની ગમે તે એક દવા હોય છે. આ બધી જ દવાઓ આંતરડાંના સુવાળાઓને મુલાયમ આવરણ પર દાહ કરે છે. પાચનમાર્ગ મોંથી ગુદા સુધી લગભગ ત્રીસ ફુટ લાંબો છે અને આ પાચનમાર્ગ આપણે ત્રણ ભાગમાં વહેંચી લેએ. પહેલો ભાગ તે અન્નનળી અને હોજરી. જે ખોરાક મોં માંથી ચવાઈને બહાર આવે તેને બરાબર એક રસ કરે છે અને આગળના પ્રયાણ માટે તૈયાર કરે છે. નાનું આંતરડું જ પચેલા ખોરાકમાંથી જરૂરી બધા ત¥વોનું શોષણ કરે અને બધાં જરૂરી તત્વોનું શોષણ થયા પછી જે ક્ચરો વધે તે મોટા આંતરડામાં આવે છે અને એટલા જ માટે જ્યારે રેચક પદાર્થાે મોટા આંતરડા પર વધુ દાહ ઉત્પન્ન કરે છે.

ખોરાકની સફર:
અન્નનળીમાંતી હોજરીમાં, હોજરીમાંથી નાના આંતરડામાં અને ત્યાંથી મોટા આંતરડામાં જે ખોરાક જાય છે તે ધકેલવાનું કામ આ બધા અવયવોમાં માંસપેશી રહેલી છે તે કરે છે. પછી આ માંસપેશીઓ સંકોચાય છે અને વિસ્તૃત થાય છે અને સંકોચન અને વિસ્તૃત થવાની આ ક્રિયા દરિયાના મોજાની માફક ઉપરથી શરૂ થઈનીયે સુધી પહોંચે છે. આ સંકોચન અને વિસ્તૃત પ્રક્રિયાના મોજ સાથે ખોરાક અન્નમાર્ગમાં આગળ ધકેલાય છે. હવે રેચ લેવામાં આવે છે અને તેને કારણે નાના આંતરડામાં જે ખોરાક પચીને બરાબર એમાંથી પોષક ત¥વોનું જે શોષણ થવું જાઈએ તે થતું નથી અને થોડુંક શોષણ થાય છે જ્યારે થોડું થતું નથી. તેમજ ખોરાક આગળ ધકેલાઈ જાય છે. લીધએલા રેચને કારણે આ ખોરાક સીધો મોટા આંતરડામાં ધકેલાય છે. સાધારણ રીતે મોટા આંતરડામાં ઉપરના મોજાની ગતિ ઓછામાં ઓછી હોય છે એટલે આ રેચક પદાર્થો માટે આંતરડાની આંતરડાના વધુ સંસર્ગમાં આવે છે અને વધારે નુકસાન પહોંચાડે છે તેને કારણે મોટા આંતરડાની અંદરની ત્વચા પર સોજા આવે છે. ઉપરાંત લોહી અને આંતરડા વચ્ચે વાયુની જે અદલાબદલી થાય છે તેમાં પણ ખલેલ પહોંચે છે. જેને કારણે આફરો ચડે છે એમ થાય છે. પેટમાં ગડબડાટી બોલે છે.

ખોરાકને આ પાચન માર્ગની ત્રીસ ફુટની મુસાફરી કરતાં છત્રીસથી અડતાલીસ કલાક લાગે છે. એટલે કે રવિવારે ખાધેલો ખોરાક, સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું વાળુ નાના આંતરડામાં આવશે. અહિંયા આ બધુ પ્રવાહી અવસ્થામાં જ હોય છે. સોમવારે ખાઓ દિવસ અને સોમવારે રાત્રે આ ધીમેધીમે ચુસાઈ જશે અને કઠણ અવસ્થામાં સવારે બહાર આવશે. ત્યાં સુધીમાં મોટા આંતરડાના ઉપરના ભાગમાં સોમવારે ખાધેલો ખોરાક આવી પહોંચશે એટલે મોટું આંતરડુ કંઈ ખાલી તો હોતુ જ નથી. હવે રેચ લઈએ તો ઉપરની ક્રિયામાં શું ફેર પડે છે તે જોઈએ.

બીજી ગોળીઃ
ધારો કે રવિવારે રાત્રે સતી વખતે રેચ લઈએ. સોમવારે સવારે જ્યારે એની અસર થાય છે ત્યારે સોમવારની આખા દિવસની અને મંગળવારની ખોરાકની મુસાફરી જે થવાની હોય છે તે સોમવાર સવાર સુધીમાં જ કરી નંખાવે છે. એટલે જ્યારે મંગળવાર આવે ત્યારે ફરી ઝાડો થતો નથી એટલે રેચની બીજીગોળી લેવી પડશે એણ લાગે છે અને ઉપરની પ્રક્રિયાને આખાય પાચનતંત્રને પાછા બરાબર રાગે પડતા બીજા ચાર દિવસ નીકળી જાય છે. દાંત અને આંતરડાંને સ્વચ્છ રાખો તો મોટા ભાગના રોગોથી બચી જવાશે. ઘણા લોકોની એવી માન્યતા છે કે જુલાબ લેવાથી કબજીયાત દૂર થશે. પણ આ માન્યતામાં વિચારદોષ છે. જુલાબ-રેચ ભારે થયેલ પેટને હલકું પાડે છે. એ વાત સાવ સાચી છે પણ જુલાબ થયા પછી ખાલી થયેલા પેટમાં કકડીને ભૂખ લાગે છે અને ફાવે તેટલો ખોરાક ભરે છે.

જુલાબથી આંતરડાં શ્રમીત થયેલાં હોય છે. શ્રમીતને આરામની જરૂર હોય છે. જ્યારે ખોરાક પેટમાં પડે છે. ત્યારે આંતરડા કામે વળગે છે પણ પાચનકાર્ય યોગ્ય રીતે થતું નથી અને સમય જતાં આંતરડાં નબળા પડતાં જાય છે. કાર્યક્ષમતા ઘટે છે. આવી ભૂલોની પરંપરાથી કબજીયાત પછી જુલાબ, પાછું પેટ ભરીને ખાવું. આ રીતની ઘટમાળ ચાલ્યા કરે છે.

પાચક રસઃ
અમાશય અને પકવાશયમાં અન્ન પ્રવેશ થયા પછી તે અવયવોમાં પાચકરસ ઉત્પન્ન થાય છે. પાચકરસનો †ાવ અન્નમાં મળે છે અને તેથી અન્નનું પાચન થાય છે. એટલે અન્નનું રૂપાંતર થઈ તેમાંનો સાર ભાગ શરીરમાં શોષાઈ જઈને શરીરનું ધારણ અને પોષણ થાય છે. પાચકરસ પિત્તથી નિર્માણ થાય છે અને તેનું નિયમન અને કાર્યક્ષમત્વ એ પિત્તધાતુ પર અવલંબી રહે છે અને તેથી પિત્તને અગ્નિ એવી સંજ્ઞા આયુર્વેદે આપી છે. આહારનું પાચન પકવાશય અને અમાશયમાં થાય છે. એથી જ અજીર્ણનોવિકાર પકવાશયમાં અને કબજીયાતનો વિકાર ગ્રહણીમાં થાય છે. આયુર્વેદનો વિશ્વાસ છે કે સર્વાેષામેવ રોગાણાં નિદાન કૃપિતા મલા. એટલે બધા રોગોનું મળદોષ છે.

ખોરાકનો દોષ આજના આહારની પ્રથા બદલાઈ છે તેમ કહું તો ખોટું નથી. આજના આહારનો સ્વાદ વધુ પડતા મસાલાઓથી બહેલાવવામાં આવે છે. જેમકે મેદાયુક્ત સુંદર રોટલી ખાનાર કબજીયાતથી પીડાતો હોય પણ યુવાનો બરછટ રોટલો શું છે તેની ખબર ન રાખે એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યોગ્ય નથી જ. અત્યંત બારીક પદાર્થાે પચવામાં ભારે પડે છે. કારણ કે તેનાં સત્વોનો નાશ થઇ ગયેલો હોય છે.

આયુર્વેદ માને છે કે શાખ ખાવાથી મળ પેદા થાય છે અને આહારના પાચનમાં તેનો મોટો ફાળો છે. પણ આજે તો સ્વાદને જ વધુ બહેલાવવા માટે વધુ પડતાં મસાલાનો ઉપયોગ કરીને તેનાં સત્વોનો નાશ કરવામાં આવે છે. આ પ્રકારના શાકો ઉત્તેજક અને દાહ કરનારાં છે. એક નિષ્ણાંત કહે છે કે દાંતને અને આંતરડાંને સ્વચ્છ રાખો તો મોટાભાગના રોગોથી બચી શકાય. આ પરત્વે મળ મૂત્ર જેવી શરીર શુદ્ધિની ક્રિયાઓ જેને આપણે શારીરિક વેગ માનીએ છીએ તેનો આજે અવરોધ થઇ રહ્યો છે. કામની ધમાલ, સમયનો અભાવ વગેરે કારણોથી આવા મહત્ત્વના વેગોને રોકવામાં આવે છે. પરિણામે આંતરડાની શ્લેષ્મકલા આંતરડામાં ઉત્પન્ન થયેલા મળમાં રહેલા દ્રવ્ય ભાગને ચૂસી લે છે અને સહજ ધનરૂપે કે જે શરીરમાંથી સહેલાઈથી નીકળી શકે તેવો હોય છે તેને બદલે કઠણ બકરીની લીંડી જેવો થઇ જાય છે અને આ સ્થિતિમાં જલ્દી બહાર નીકળી શક્તો નથી અને મળદોષ પેદા થાય છે.

સમયસરનો દસ્તઃ
ટૂંકમાં મળ વિસર્જન માટે જવાથી મળ વિસર્જનની ક્રિયાને નિયમિત બનાવશે. દસ્ત આવે કે ન આવે પણ નિયમિત રીતે જાજરૂ તો જવું જ. આ ટેવ લાંબો સમય સુધી ચાલુ રાખવાથી એક દિવસ એવો આવશે કે દસ્ત સમયસર થવા માંડશે. કબજીયાતમાં નીચેના ખાનપાનની અયોગ્ય રીતે જવાબદાર છે. પૂરતું પાણી ન પીવું. ખોરાક અધૂરો ચાવવો, જરૂરથી વધારે ખાવું અથવા પાણી પીવું, ભૂખ ન હોય ત્યારે અથવા ખોરાક પચ્યો ન હોય છતાં બીજા ખોરાક લેવો. શારીરિક શ્રમનો અભાવ અને અનિયમિત ખોરાક લેવો. આહાર યોજનામાં માફકસરનો ષડરયુક્ત ખોરાક લેવો. શારીરિક શ્રમનો અભાવ અને અનિયમિત ખોરાક લેવો. આહાર યોજનામાં માફકસરનો ષડરયુક્ત ખોરાક લેવો. ચોખા રાંધતી વખતે તેના આધણમાં ગુલાબના ૧કે ૨ ફૂલની પાંદડીઓ મેળવી દેવી. જેથી ધીરે ધીરે પેટ સાફ આવવા લાગશે. કાળી દ્રાક્ષ ગરમ પાણીમાં ૧૫થી ૨૦ દાણા પલાળી ફુલી જાય ત્યારે ચુસીને ખાવાથી પણ લાભ થાય છે. આસનો, હલકી કસરતો નિયમિત કરવી જેથી ધીરે ધીરે પણ મક્કમ સુધારો થશે. ઝાડો લાવવા માટે મનમાં ઘણી આતુરતા કે ચિંતા કરવી નહીં. ઝાડો આવવાના જ સંકલ્પોથી ધીમે ધીમે નિયમિત અને ખુલાસાથી ઝાડો આવવા માંડશે.

એક સૌમ્ય વિરેચક ટીકડીઃ
ટીકડીના ઘટકોમાં હરીતેકી અને સકમોનીયા છે. આ સૌમ્ય વિરેચક (Laxative), ભેદક (Cathartic purgative), જલીય (Hydrogogue purgative) વિરેચક છે. આ ત્રણ ગુણના કારણે શરીરનું શોધન કાર્ય કરે છે. આયુર્વેદનું કથન છે કે લવાણરસ સિવાયના પાંચ રસો છે. હરિતકી ખાટી હોવાથી વાયુનો નાશ કરે છે. મધુર અને કડવી હોવાથી પિત્તનો નાશ કરે છે. તીખી અને તુરી હોવાથી કફનો નાશ કરે છે. આ રીતે હરીતકી ત્રણે દોષનો નાશ કરે છે. હરીતકી મળ મૂત્રના દોષોને બહાર કાઢી શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. પાશ્વાત્ય વૈદકમાં હરિતકીમાં મુખ્યત્વે ટેનિન, ગેલિક અને ચેબ્યુલેનિક એસિડના ત¥વો જણાયા છે. જે સંકોચન અને પાચન કાર્ય ઉપરાંત તેમાં રહેલી એંતેકિવનોનના જેવી વિરેચક શક્તિ ધરાવે છે. એંથ્રેકિવનોનની ઉત્તેજકતાની આંતરડા ઉપર તેની કોઈ પણ વિપરીત અસર થતી નથી.

આ દવા પૂરતાં પ્રમાણમાં લેવાથી આંતરડાના દોષોને બહાર કાઢીને શરીરના ટીસ્યુઓમાં સંગ્રાહેલા પાણીને ચુસી લે છે. જેથી હૃદયના સોજામાં, જલોદર તેમજ આંતરડાંના અન્ય ભરાવામાં, સોજામાં લાભદાયી છે. આ દવાનું બીજું દ્રવ્ય સકમોનીયા છે. જે ગ્લાયકોસાઈડઝવાળુ રેઝીન વિરેચક છે તેના અલ્પ પ્રમાણનું મિશ્રણ આ દવાની કાર્યશક્તિને વધારે છે. જેથી મળને પ્રવાહી સ્વરૂપમાં બહાર કાઢે છે. કાયમની કબજીયાત (બંધકોષમાં) અપચામાં, આંતરડાંના સંગ્રાહેલા દોષોમાં, તથા દુષિત વિષમ અને સોજામાં આ દવાનું સેવન લાભદાયી છે. વળી આ દવામાં નિર્દાેષ દ્રવ્યોનું ઉપાદાન લેવાથી તેના સેવનથી ટેવ પડતી નથી અને વિપરીત અસર પડતી નથી.

શ્રી રામ વૈદ્ય. 9825009241


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.