૨૨મીએ બે કલાક માટે દેશમાં ટ્રેન સેવા થંભી જશે
૨૧મી ઓક્ટોબર સુધીમાં બોનસનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ૨૨મીએ બે કલાક માટે ટ્રેન સેવા રોકી દેવામાં આવશે
મુંબઈ, રેલવેના યુનિયન લીડરોએ ચીમકી આપી છે કે જો તેમની રેલેવના કર્મચારીઓને બોનસ સહિતની માગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ૨૨ ઓક્ટોબરે દેશભરમાં ટ્રેનોના પૈડાં બે કલાક માટે થંભી જશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવેમાં ૪૬ વર્ષ પહેલા આવી હડતાળ થઈ હતી.૧૯૭૪માં દેશમાં ઈમરજન્સી લાગુ કરાઈ તેને પગલે રેલવે કર્મચારી યુનિયનના નેતા જ્યોર્જ ફનાર્ન્ડિઝે હડતાળની જાહેરાત કરી હતી.ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી ગોપાલ મિશ્રાએ કહ્યું કે, જો ૨૧ ઓક્ટોબર સુધીમાં બોનસની જાહેર નહીં કરાય તો ૧૯૭૪ના ઈતિહાનું પુનરાવર્તન થશે. તેમણે કહ્યું કે, ૧૯૭૪ પછી પહેલી વખત બનશે કે જ્યારે ટ્રેનોના પૈડાં થંભી જશે.
૧૯૭૪ની હડતાળમાં પણ બોનસ મુખ્ય મુદ્દો હતો તેમ જણાવતા યુનિયનના એક સીનિયર અધિકારીએ મિરરને કહ્યું કે, ‘સરકારે આખરે ૧૯૭૯માં બોનસની માંગ સ્વીકારી હતી. ત્યારથી રેલવેના સ્ટાફને દુર્ગા પૂજા પહેલા બોનસ આપવામાં આવે છે.
સેન્ટ્રલ રેલવેના નેશનલ રેલવે મઝદૂર યુનિયનના જનરલ સેક્રેટરી વેણુ નાયરે કહ્યું કે, જો તંત્ર ૨૧મી ઓક્ટોબર (બુધવાર) સુધીમાં બોનસ અંગે યોગ્ય ર્નિણય નહીં લે તો મુંબઈમાં જરૂરી સેવા માટે જવાબદાર સ્ટાફ સહિતનો રેલવેનો સમગ્ર સ્ટાફ ૨૨ ઓક્ટોબરે બે કલાક માટે ટ્રેનોની અવર-જવર રોકી દેશે. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯-૨૦ના બોનસને લઈને રેલવે મંત્રાલયના નિરસ વલણને લઈને રેલવેના કર્મચારીઓમાં નારાજગી છે.તેમણે કહ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીએ વ્યાપક ચર્ચા-વિચારણા બાદ ૨૦ ઓક્ટોબરના દિવસને ઓલ ઈન્ડિયા બોનસ ડિમાન્ડ ડે જાહેર કર્યો છે, જેમાં દેશભરના રેલવેના કર્મચારીઓ વર્તમાન સ્થિતિ અને આ મુદ્દા અંગે રેલવે મંત્રાલયના નિરસ વલણને બહાર લાવશે. તેમાં એવું પણ નક્કી કરાયું છે કે, જો ૨૧ ઓક્ટોબર સુધીમાં કોઈ હકારાત્મક ર્નિણય નહીં લેવાય તો ૨૨ ઓક્ટોબર, ૨૦૨૦એ બે કલાક માટે હડતાળ પાડવામાં આવશે.SSS