Western Times News

Gujarati News

દુનિયાની સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારતને નુકસાન

સિડની, વર્ષ ૨૦૨૦ના વિશ્વની સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર થઇ છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ યાદીમાં અમેરિકા ટોપ પર છે પરંતુ આ વર્ષે ભારતને બે સ્થાનનું નુકસાન ભોગવવું પડયું છે. પાછલા વર્ષે એટલે કે ૨૦૧૯માં આ યાદીમાં ભારત વિશ્વની પ્રમુખ શક્તિઓમાં સામેલ હતું પરંતુ આ વખતે કોરોના વાયરસના પ્રકોપને કારણે ભારત આ યાદીમાંથી બહાર થઇ ગયું છે.

સિડની ખાતે લોવી ઇન્ડિસ્ટટયુટના એશિયા પાવર ઇન્ડેકસ અનુસાર ૨૦૧૯માં ભારતનો પાવર સ્કોલ ૪૧.૦ હતો જે ૨૦૨૦માં ઘટીને ૩૯.૭ થઇ ગયો છે આ યાદીમાં જે દેશનો સ્કોર ૪૦ કે તેથી વધુ હોય છે તેને દુનિયાની મુખ્ય શક્તિ માનવામાં આવે છે ગત વર્ષે ભારતે આ યાદીમાં સામેલ હતું પરંતુ આ વર્ષે થોડા પોઇન્ટને કારણે બહાર થઇ ગયું છે.

લોવી ઇન્સ્ટિટયુટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એશિયાની બીજી સૌથી વધુ વસ્તી વાળો દેશ હવે મધ્ય શક્તિવાળી યાદીમાં આવી ગયો છે પરંતુ આવનાર વર્ષોમાં તે દેશ ફરી યાદીમાં સામેલ થઇ શકે છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડો પેસિફિકના બધા દેશો વચ્ચે ભારતે કોરોના વાયરસને કારણે વિકાસની ક્ષમતાને ગુમાવી દીધી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનની જનસંખ્યા લગભગ એક બરાબર છે કેટલાક વર્ષ બાદ ભારત લગભગ જનસંખ્યાના મામલામાં ચીનને પાછળ છોડી દેશે પરંતુ ભારતીય સમાજ પર કોરોના વાયરસની મારે બંન્ને દેશોની શક્તિની અસમાનતાને વધારી દીધી છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના વલણ અનુસાર આ દાયકાના અંત સુધી ભારત ચીનના કુલ આર્થિક ઉત્પાદનના માત્ર ૪૦ ટકા પહોંચી શકશે જયારે ૨૦૧૯ના પૂર્વાનુમાનમાં તચેના ૫૦ ટકા થવાની શકયતા વ્યકત કરવામાં આવી હતી.

ધ લોવી ઇસ્ટિટયુટે કહ્યું કે ૨૦૩૦ સુધી ભારતીય અર્થવ્યવસ્થા મૂળ રૂપથી મહામારી પહેલાના પૂર્વાનુમાનની સરખામણીમાં ૧૩ ટકા ઓછી રહેશે તેનાથી ભવિષ્યના સંસાધનોના માપ પર ભારતના સ્કોરમાં લગભગ પાંચ પોઇન્ટનો ઘટાડો આવ્યો છે.પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એશિયામાં ભારતનોૌ કુટનીતિક પ્રભાવ સારો છે તેનાથી ૨૦૨૦માં આ ક્ષેત્રમાં ભારતની મોટી ભૂમિકા નિભાવવાની મહત્વાકાંક્ષા સ્પષ્ટ થઇ રહી છે.ભારતે રાજદ્વારી પ્રભાવમાં દક્ષિણ કોરિયા અને રશિયાને પાછળ છોડી દીધુ છે અને હવે અમેરિકા બાદ ચોથા સ્થાન પર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.