સીએએ તાકિદે લાગુ કરી દેવામાં આવશે: જે પી નડ્ડા
કોલકતા, કોરોનાના કારણે બાજુમાં મુકાયેલા નાગરિકતા સંશોધન કાનુનનો મુદ્દો એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. આગામી વર્ષ યોજાનાર પશ્ચિમ બંગાળની વિધાનસભા ચુંટણી પહેલા આ મુદ્દો ફરી ઉઠવા પામ્યોૅ છે. અને એવા સંકેત છે કે તેને તાકિદે લાગુ કરી દેવામાં આવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે કોરોના મહામારીને કારણે સીએએને લાગુ કરવામાં વિલંબ થયો અને દાવો કર્યો કે આ કાનુનને તાકિદે લાગુ કરી દેવામાં આવશે.
ભાજપ અધ્યક્ષે પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર પર ફુટ નાખો અને રાજ કરોની નીતિ પર ચાલવાનો આરોપ લગાવ્યો અને વિશ્વાસ વ્યકત કર્યો કે આગામી સરકાર ભાજપની બનશે પોતાના એક દિવસીય પ્રવાસ પર પહોંચેલ નડ્ડાએ આગામી વિધાનસભા ચુંટણી પહેલા સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરી અને વિવિધ સમુદાયોના લોકોથી ચર્ચા કરી અને તેમને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું કે તમને સીએએ મળશે અને મળવાનું નક્કી છે હજુ નિયમ બની રહ્યાં છે કોરોનાને કારણે થોડો અવરોધ આવ્યો જેવો કોરોના હટી જશે નિયમ તૈયાર થઇ આવી જશે તાકિદે તમને તેની સેવા મળતી થઇ જશે.HS