લાલુ પ્રસાદે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી
રાંચી, ચારા કૌભાંડ મામલામાં સજા કાપી રહેલ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ તરફથી ઝારખંડ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. તેમના તરફથી દુમકરા કોષાગારથી ગેરકાયદેસર નિકાસી મામલામાં અરજી દાખલ કરી જામીનની વિનંતી કરવામાં આવી છે. એ યાદ રહે કે મામલામાં સીબીઆઇની વિશેષ કોર્ટે લાલુ પ્રસાદને સાત વર્ષની સજા સંભળાવી છે.
લાલુના વકીલ દેવર્ષિ મંડલે ઉપરોત અરજી દાખલ કરી છે કહેવાય છે કે લાલુ પ્રસાદ યાદવે પોતાની અરજીમાં જામીન માટે એ દલીલ આપી છે કે તેમણે દુમકા કોષાગાર મામલામાં ૪૨ મહીના જેલમાં પસાર કર્યા છે તેના આધારે તેમને જામીન આપવામાં આવે લાલુ યાદવે જામીન માટે પોતાની બીમારીને પણ આધાર બનાવ્યો છે.
લાલુ પ્રસાદ હજુ પણ ચારા કૌભાંડ મામલામાં જ સજા કાપી રહ્યાં છે તે બિરસા મુંડા જેલમાં કેદી છે તે હજુ પણ પોતાની ગંભીર બિમારીઓની સારવાર માટે રિમ્સમાં દાખલ છે લાલુ પ્રસાદ પર દુમકા કોષાગાર ચાઇબાસા કોષાગારના બે મામલા,ડોરંડા કોશાગાર અને દેવધર કોષાગારથી ગેરકાયદેસર નિકાસીનો આરોપ છે ચારા કૌભાંડના દેવધર મામલામાં લાલુ સહિત સાત આરોપીઓને ઉચ્ચ સ્તરીય કાવતરાકર્તા બતાવતા સીબીઆઇની અદાલતે સાડા ત્રણ વર્ષની સજા આપી છે.આ મામલામાં સીબીઆઇએ સાત વર્ષની સજાની માંગ કરી હતી એ યાદ રહે કે લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડના ચાઇબાસા કોષાગારના બે મામલા અને દેવધર કોષાગાર મામલામાં જામીન મળી ચુકયા છે.HS