Western Times News

Gujarati News

સવા વર્ષ બાદ વિધાનસભા પહોંચ્યા નવજોત સિહ સિધ્ધુ,પાછળની હરોળમાં બેઠા

ચંડીગઢ, કોંગ્રેસ ધારાસભ્ય નવજાેત સિંહ સિધ્ધુ લગભગ સવા વર્ષના લાંબા સમય બાદ પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ગૃહમાં જાેવા મળ્યા હતાં ગૃહની પુરી કાર્યવાહી દરમિયાન તે શાંત ભાવથી મંત્રીઓની બેઠકોની પાછળની હરોળમાં બેઠા હતાં ગત વર્ષ ૧૦ જુને કેબિનેટ મંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ સિધ્ધુ અત્યાર સુધી ન તો રાજનીતિક ગતિવિધિ અને ન તો વિધાનસભા સત્રોમાં જ સામેલ થયા હતાં. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહની સાથે લાંબા સમય સુધી ચાલી રહેલ મનભેદ બાદ તેમણે કેબિનેટ છોડી દીધી હતી અને આ મુદ્‌તમાં તે મીડિયાથી પણ દુર રહ્યાં અને તેમણે કોઇ રાજકીય નિવેદન આપ્યું ન હતું.જાે કે કોંગ્રેસ પાર્ટી અને રાજય કોંગ્રેસમાં તેમની ભૂમિકાને લઇ સતત અટકળો લગાવવામાં આવી રહી છે.

ગત સવા વર્ષ દરમિયાન નવજાેત કરતારપુર કોરિડોરના ઉદ્‌ધાટન અવસર પર જ નજરે પડયા હતાં જયારે તેમણે કોંગ્રેસના અન્ય નેતાઓની સાથે કરતારપુર સાહિબની યાત્રા કરી હતી તે સમયે પણ તેઓ મીડિયાથી દુર રહ્યાં અને રાજનીતિને લઇ તેમણે મોં ખોલ્યું ન હતું.તાજેતરમાં કોંગ્રેસના પંજાબ મામલાના પ્રભારી હરીશ રાવતથી તેમની મુલાકાત ચર્ચામાં રહી હતી તે ગત દિવસોમાં અમૃતસરમાં કિસાન વિરોધી કૃષિ કાનુનોની વિરૂધ્ધ સિધ્ધુએ રોષ માર્ચ નિકાળી હતી અને રાહુલ ગાંધીની મોગા રેલીમાં પણ સક્રિય રહ્યાં મધ્યપ્રદેશા પેટાચુંટણીમાં કોંગ્રેસે સિધ્ધુને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા છે આથી સ્પષ્ટ થઇ ગયું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ સિધ્ધુને એકવાર ફરી રાજનીતિમાં સક્રિયતાથી પાછી લાવી રહી છે.

દરમિયાન ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ અકાલી દળના બળવાખોર પરમિંદરસિંગ ઢીઢસા અને આમ આદમી પાર્ટીના બરતરફ ધારાસભ્ય સુથપાલ સિંહ ખથૈરા બંન્ને જ એક કારમાં સવાર થઇ વિધાનસભા પરિસરથી નિકળ્યા તો રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ પરમિંદરના પિતા સુખદેવ સિંહ ઢીઢસાએ તાજેતરમાં જ અકાલી દળથી સંબંધ તોડી અકાલી દળ ડેમોક્રેટિકની રચના કરી છે જયારે સુખપાલ ખૈરા આપથી અલગ થયા બાદ પંજાબ એકતા પાર્ટીની રચના કરી ચુકયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.