કમલનાથના નિવેદનને લઇ મહિલા પંચે રિપોર્ટ માંગ્યો
નવીદિલ્હી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક જાહેરસભામાં ઇમરતી દેવીને આઇટમ કહ્યાં હતાં તેને લઇ તે ચોક્કસ ખેદ વ્યકત કરી ચુકયા છે પરંતુ તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી ભાજપ સતત જયાં તેમની આ ટીપ્પણીને લઇ નિશાન સાધી રહ્યું છે ત્યાં ચુંટણી પંચ બાદ હવે મહિલા પંચે પણ આ સંબંધમાં રિપોર્ટ માંગ્યો છે.
રાષ્ટ્રીય મહિલા પંચે કોંગ્રેસને તેમની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ સાથે તેમને પુછયુ છે કે તે કંઇ આઇટમ છે.
રાષ્ટ્રપીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના આઇટમ વાળા નિવેદન પર કહ્યું કે આ ખુબ જ ખોટું આચરણ છે અને બાદમાં તેમણે કહ્યું કે તે એક યાદીથી આ વાંચી રહી હતી મેં તેમને પુછવા માંગુ છું કે તે યાદીમાં તેમનું નામ કયાં પર હતું તે કંઇ આઇટમ હતી.તેમણે કોંગ્રેસ પાર્ટીને વરિષ્ઠ કોંગ્રેસી નેતાની વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ વ્યક્તિના ચરિત્રને દર્શાવે છે માફી માંગવાની જગ્યાએ એક બેકાર સ્પષ્ટીકરણ આપી રહ્યાં છે તેમની પાર્ટીને તેમની વિરૂધ્ધ સંખ્ત કાર્યવાહી કરવી જાેઇએ રાહુલ ગાંધીએ પણ કમલનાથના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ કહ્યું છે.HS