ઇમરતી દેવી વિવાદ: કમલનાથની ભાષા પર રાહુલે વાંધો ઉઠાવ્યો
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ઇમરતી દેવીને લઇ આપવામાં આવેલ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ બતાવું છે. રાહુલે કહ્યું કે તે આ રીતની ભાષા પસંદ કરતા નથી પછી ભલે કોઇ પણ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હોય એ યાદ રહે કે મધ્યપ્રદેશની રાજનીતિમાં પેટાચુંટણી પહેલા ભાજપે કમલનાથના નિવેદનને મુદ્દો બનાવી લીધો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કહ્યું કે આ અહંકાર છે કમલનાથ પોતાથી શ્રેષ્ઠ કોઇને માનતા નથી અને આક કારણે તો આ સરકાર તબાબ થઇ કારણ કે તેમને પ્રદેશને તબાહ કરપી દીધુ હતું.
રાહુલ ગાંધીને જયારે કમલનાથના ઇમરતી દેવીને લઇને આપવામાં આવેલા નિવેદનની બાબતે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કમલનાથ મારી પાર્ટીના છે પરંતુ હું ખાનગી રીતે આ રીતની ભાષા પસંદ કરતો નથી જેનો ઉપયોગ તેમણે કર્યું છે હું તેની પ્રશંસા કરતો નથી પછી ભલે કોઇ પણ હોય આ દુર્ભાગ્યપૂર્ણ છે.તેમણે કહ્યું કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ઉત્સાહથી ભાગ લઇ રહી છે.આપણે મહિલાઓનું સન્માન કરવું જાેઇએ આ રીતની ભાષાનો મહિલાઓ માટે ઉપયોગ મને કયારેય પસંદ નથી
ઇમરતી દેવીના મુદ્દા પર જયારે કમલનાથથી પત્રકારોએ રાહુલ ગાંધીની નારાજગીને લઇ ટીપ્પણી માંગી તો તેમણે કહ્યું કે હવે તે રાહુલજીનો મત છે અને તેમને જે સમજાવવામાં આવ્યું મેં જે સંદર્ભમાં કહ્યું હતું તે સ્પષ્ટ કરી ચુકયો છું તેમાં કાંઇ અન્ય કહેવાની જરૂર નથી તેમને પુછવામાં આવ્યું કે શું ઇમરતીદેવીની માફી માંગશો તો તેમણે કહ્યુ હું કેમ માફી માંગુ મેં તો કહી દીધુ કે મારૂ લક્ષ્ય કોઇને અપમાન કરવાનું ન હતું. જાે મારા નિવેદનથી કોઇ અપમાનિત અનુભવ કરે છે તો મને દુખ છે. આથી હવે ફરી દુખ પ્રકટ કરવાની કોઇ જરૂર હું અનુભવી રહ્યો નથી.HS