અણસોલ નજીક મીની ટ્રકમાંથી પૂંઠા અને મશીનના બોક્ષની આડમાં સંતાડેલ ૯.૮૪ લાખના દારૂ સાથે બે ખેપિયાને ઝડપ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા ઉપરાંત દારૂને લઇને ખૂબ જ કડક કાયદો હોવા છતાં રાજ્યમાં દરરોજ કરોડો રૂપિયાના દારૂનું ગેરકાયદે વેચાણ અને હેરાફેરી થાય છે. આ વાત વાત નગ્ન સત્ય છે, જેનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી.અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દોડાદોડ કરી રહી છે
શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી મિનિટ્રકમાં પૂંઠા અને મશીનના બોક્ષની આડમાં સંતાડીને લઈ જવાતો ૯.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી મીની ટ્રક (ગાડી.નં-NL 01 AB 6499) ને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી પૂંઠા અને મશીનના બોક્ષ ભરેલ હતા પોલીસે પુંઠા અને મશીનના બોક્ષ હટાવતાની સાથે ટ્રકની વચ્ચે સંતાડેલ વિદેશી દારૂની પેટી નંગ-૩૦૪ મળી આવી હતી
જેમાં વિદેશી દારૂની બોટલ-૨૪૭૨ અને ક્વાંટરીયા નંગ-૪૯૦૦ મળી કુલ રૂ.૯૮૪૪૦૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક મોહસીનખાન હસનખાન અને ક્લીનર દીલીપ રાજેન્દ્ર માંડલ (બંને રહે,હરિયાણા) ને ઝડપી પાડી ટ્રક,મોબાઈલ અને વિદેશી દારૂ મળી કુલ રૂ.૧૬૮૭૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના રાજુ યાદવ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કોને પહોચાડવાનો હતો તે દિશામાં તપાસ આદરી હતી