કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયામાં માસ્ક મળશે

મુંબઇ, જ્યાં સુધી કોરોના મહામારીની દવા ન આવી જાય, ત્યાં સુધી બચાવ જ માત્ર એક સારવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને કહ્યું છે કે, જ્યાં સુધી દવા ન આવી જાય ત્યાં સુધી છૂટ મળશે નહી. કોરોનાથી બચાવમાં સૌથી કારગર હથિયાર છે માસ્ક.
જોકે, આજે બજારમાં માસ્કની કોઈ કમી નથી. બજારમાં 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની કિંમતના માસ્ક બજારમાં મળી રહ્યા છે. કારણ કે, માસ્કની કિંમતો નક્કી ન હોવાથી નિર્માતા અને દુકાનદાર મનમાની કિંમત પર તને વેંચી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્ર્ સરકારે માસ્કની કિંમતોને લઈને મોટો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં માસ્કની કિંમતો નક્કી કરી દીધી છે અને માસ્કની કિંમતો નક્કી કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે.
મહારાષ્ટ્ર સરકારે માસ્કને જરૂરી વસ્તુની યાદીમાં સામેલ કરતા તેની કિંમતો પર લગામ લગાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે માસ્કની કિંમતોને લઈને એક નોટિફિકેશન જાહેર કરી દીધી છે. માસ્કની કિંમતો આજથી આખા રાજ્યમાં લાગુ થઈ ચૂકી છે.