અમેરિકા: કોરોના મહામારીના દૌરમાં લગભગ ત્રણ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
વોશિંગ્ટન, અમેરિકામાં ૨૦૨૦માં કોરોના વાયરસ મહામારી દરમિયાન ત્રણ લાખથી વધુ લોકોના મોત નિપજયા છે. તેમાં કોવિડ ૧૯થી મૃત્યુ પામનારા દર્દીઓ અને અન્ય બીમારીના કારણે જાન ગુમાવનારા લોકોની સંખ્યા સામેલ છે. અત્યાર સુધી ત્રણ લાથખ મોતોમાં બે તૃત્યાંશ કોવિડ ૧૯ બીમારીને કારણે થયા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
યુએસ સેંટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન સીડીસીના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ગત વર્ષની સરેરાશ સંખ્યાની સરખામણીમાં ૨૬ જાન્યુઆરી અને ત્રણ ઓકટોબરની વચ્ચે ૨,૯૯,૦૨૮થી વધુ લોકોના મોત થયા છે.
સીડીસીએ મોતોની સંખ્યામાં વધારાને લઇ કોઇ વિશેષ સ્પષ્ટીકરણ કર્યું નથી પરંતુ કહ્યું છે કે સીધી કે પરોક્ષ રીતે કોરોનાથી થયેલ મૃત્યુને કારણે સંખ્યામાં વધારાનું કારણ હોઇ શકે છે એજન્સીએ વધારાના મોતોને વિશિષ્ટ સમય મુદ્તમાં મોતોની જાેવામાં આવેલી સંખ્યા અને સમાન સમય મુદ્તમાં મોતોની અપેક્ષિત સંખ્યા વચ્ચે અંતરના રૂપમાં પરિભાષિત કરી છે.
સીડીસીએ જાણ્યું કે માર્ચ ૨૦૨૦થી દરેક અઠવાડીયે વધુ મોત થઇ છે. ૧૧ એપ્રિલ અને આઠ ઓગષ્ટે સમાપ્ત સપ્તાહમાં વધુ મોત પોતાના ઉચ્ચતમ બિંદુઓ પર પહોંચી ગઇ રિપોર્ટ અનુસાર તમામ કારણોથી થનાર મોતોમાં સૌથી મોટી સંખ્યા ૩૫-૪૪ વાયુના વયસ્કોની વચ્ચે હતી. કુલ મોતોમાં હિસ્સેદારી ૨૬.૫ ટકા રહી સીડીસીએ તાજેતરના સપ્તાહોમાં થયેલ મોતોનો અનુમાનિત આંકડો ઓછા કરી આંકયો છે અને જેમ જેમ વધુ આંકડો ઉપલબ્ધ થશે તેમાં વધારો થતો જશે અમેરિકામાં અત્યાર સુધી ૨,૨૦,૦૦૦ લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.HS