દાઉદના નજીકના ઇકબાલ મિર્ચીના પરિવારની સંપત્તિ જપ્ત
મુંબઇ, ઇડીએ મુંબઇમાં એક હોટલ અને એક ફિલ્મ સ્ટુડિયો સહિત ગેંગસ્ટર ઇકબાલ મીર્ચીના પરિવારના લોકોની ૨૨.૪૨ કરોડની સંપત્તિ જપ્ત કરી છે એક અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે ધન શોધન રોકથામ અધિનિયમ હેઠળ જાેડાયેલ અન્ય સંપત્તિઓમાં પંચગમીમાં એક ફાર્મ હાઉસ,બે બંગલા અને ૩.૫ એકર જમીન સામલ છે.
ઇડીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેમાં મિર્ચીના પરિવારની અત્યાર સુધી ૭૯૮ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે તેમાં લગભગ ૨૦૩ કરોડની વિદેશી સંપત્તિ સામેલ છે. ૨૦૧૩માં લંડનમાં માર્યા ગયેલા મિર્ચીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો ખાસ માનવામાં આવતો હતો તે ડ્ગ ચોરી અને જબરજસ્તી વસુલીનું કામ જાેતો હતો.
મુંબઇમાં અચલ સંપત્તિની ખરીદ અને વેચાણમાં કહેવાતી ગેરકાયદેસર લેવડદેવડથી જાેડાયેલ મની લોન્ડ્રીંગના આરોપોની તપાસ કરવા માટે ઇડીએ ગત વર્ષ મિર્ચી તેના પરિવાર અને અન્યની વિરૂધ્ધ એક અપરાધિક મામલો દાખલ કર્યો હતો આ તપાસ વર્ષોથી મુંબઇ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ અનેક એફઆઇઆર પર આધારિત છે. ડિસેમ્બર ૨૦૧૯માં મુંબઇની એક અદાલત સમક્ષ પરિવારના સભ્યોની વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરાઇ હતી.HS