મહારાષ્ટ્રના નંદુરબાર નજીક બસ ખાઇમાં પડતાં પાંચના મોત
મુંબઇ, મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે ખામચુંદર ગામમાં એક દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નિપજયા છે જયારે ૩૫ લોકોને ઇજા થઇ છે.અહીં પ્રવાસીઓથી ભરેલી બસ એક ખાઇમાં પડી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી ઇજા પામેલાઓને હોસ્પિટલમાં મોકલવાની કામગીરી શરૂ કરી હતી.
આ ધટનાની જાણ થતાં જ સ્થાનિક સહિત પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો સ્થાનિકો પણ મદદે આવ્યા હતાં અને ઇજા પામેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાય છે. મુખ્યમંત્રીએ ઘટના અંગે દુખ વ્યકત કર્યું છે.HS