Western Times News

Gujarati News

ફ્લિપકાર્ટ, એમેઝોને ૪ દિ’માં ૨૫૦૦૦ કરોડનો માલ વેચ્યો

સાત દિવસ ચાલનારા સેલમાં બંને કંપનીઓ ૩૫,૦૦૦ કરોડ રુપિયાનો સામાન વેચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ

મુંબઈ, દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટે પોતાના ફેસ્ટિવ સેલના ચાર દિવસમાં ૨૫,૦૦૦ કરોડ રુપિયાનો સામાન વેચ્યો છે. સાત દિવસ ચાલનારા આ સેલમાં ઓનલાઈન સેલને ધાર્યા અનુસાર પ્રતિસાદ મળશે તેવું એક્સપર્ટ્‌સનું માનવું છે. ઈન્ડસ્ટ્રી કન્સલ્ટન્ટ ફોરેસ્ટર રિસર્ચ અને રેડશીર કન્સલ્ટિંગનું અનુમાન છે કે ૧૫થી ૨૨ ઓક્ટોબર દરમિયાન એમેઝોન અને ફ્લિપકાર્ટનું સંયુક્ત વેચાણ ૪.૭ અબજ ડોલર જેટલું રહી શકે છે.

એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ મનિષ તિવારીએ જણાવ્યું હતું કે સેલના શરુઆતના દિવસો ધાર્યા અનુસાર નહોતા રહ્યા. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ૧૧૦૦થી વધુ નવી પ્રોડક્ટ્‌સ એમેઝોન પર લોન્ચ થઈ છે. જેમાં સેમસંગ, એપલ, શાઓમી, વનપ્લસ, આસુસ, લેનોવો, એચપી, એલજી, વ્હર્લપુલ અને બજાજ એપ્લાયન્સિસનું સૌથી વધારે વેચાણ થયું છે.

ફ્લિપકાર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ સામાનની અડધોઅડધ ખરીદી વર્ક ફ્રોમ હોમ કરતા કસ્ટમર્સે કરી છે. જેમાં મોટી સ્ક્રીનના ટીવી, best laptop, આઈટી એસેસરીઝ અને બીજી વસ્તુઓનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં છ દિવસના સેલ દરમિયાન એમેઝોન અને ફ્લિપકાર્ટે ૨.૭ બિલિયન ડોલર (૨૦,૦૦૦ કરોડ)નો સામાન વેચ્યો હતો, જે ૨૦૧૮માં થયેલા ૨.૧ અબજ ડોલરના વેચાણ કરતા ૩૦ ટકા વધારે હતો.

જ્યારે આ વર્ષનો આંકડો ૩.૬ અબજ ડોલરને પાર કરી જાય તેવી પૂરી સંભાવના છે. ઈકોમર્સ કંપની અને સ્વતંત્ર એનાલિસ્ટ્‌સનું માનીએ તો, ચાર દિવસમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ૨૫-૩૦ ટકા વધ્યું છે. ફેસ્ટિવ સેલ દરમિયાનનું સેલિંગ ગયા વર્ષ કરતા આ વખતે ૩૦-૩૬ ટકા વધવાની શક્યતા છે.

નવાઈની વાત એ છે કે, આ વખતે એવરેજ ડિસ્કાઉન્ટ ગયા વર્ષ કરતા ઓછું હોવા છતાંય વેચાણ વધ્યું છે. આ વર્ષે જે વસ્તુઓનો વેચાયા વિનાનો મોટો હિસ્સો પડી રહ્યો છે તેના પર સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં મોંઘા સ્માર્ટફોન, ફર્નિચર અને કપડાંનો સમાવેશ થાય છે. જ્યારે ટીવી, હોમ એપ્લાયન્સિસ જેવી વસ્તુઓનો સ્ટોક ઓછો હોવાથી તેમના પર ખાસ ડિસ્કાઉન્ટ નથી અપાઈ રહ્યું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.