Western Times News

Gujarati News

નાના પક્ષો ૩૦% મત સાથે મોટી પાર્ટીના ખેલ બગાડશે

પટણા, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ટક્કરનો મુકાબલો થયો જણાય છે. નીતીશ કુમારના નેતૃત્વ હેઠળના એનડીએ અને તેજસ્વી યાદવની આગેવાની હેઠળના મહાગઠબંધન વચ્ચે ખરાખરીનો મુકાબલો યોજાય તેમ માનવામાં આવે છે, પરંતુ આ બંને હરિફો વચ્ચે પણ નાની નાની રાજકીય પાર્ટીઓ ખેલ બગાડી શકે છે. હાથ ધરવામાં આવેલા ચૂંટણી સર્વે પ્રમાણે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નાના નાના પક્ષો તરફ લોકોનો જે પ્રકારનો ઝુકાવ છે તે મુખ્ય રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય છે. નીતીશ કુમારના નેતૃત્વ હેઠળના એનડીએમાં ચાર પક્ષો શામેલ છે.

જેમાં જેડીયૂ, ભાજપ, હિંદુસ્તાન અવામ મોર્ચા અને વીઆઈપી પાર્ટીનો સમાવેશ થાય છે. તો તેજસ્વી યાદવની આગેવાની હેઠળના મહગઠબંધનમાં આરજેડી અને કોંગ્રેસ ઉપરાંત સીપીઆઈ, સીપીએમ અને સીપીઆઈનો સમાવેશ થાય છે. લોકનીતિ-સીએસડીએસના ઓપિનિયન પોલના આંકડા પ્રમાણે એનડીએને બિહારમાં ૩૮ ટકા લોકોના મત મળી શકે છે.

જ્યારે મહાગઠબંધનને ૩૨ ટકા. આમ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે બરાબરની ટક્કર છે. એનડીએથી અલગ થઈને એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરનારી એલજેપીને ૬ ટકા મત મળવાની શક્યતા છે. આ ઉપરાંત ગ્રેંડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રંટ, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી, બીએસપી, એઆઈએમઆઈએમ, એસપીડી, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, જનાતાંત્રિક પાર્ટી સોશિયલિસ્ટનો સમાવેશ થાય છે. આ ગઠબંધનનો ચહેરો ઉપેન્દ્ર કુશવાહ છે, જેમને બિહારમાં ૭ ટકા મત મળી રહ્યાં હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત અપક્ષ અને નાના પક્ષોમાં પપ્પુ યાદવની પાર્ટી જાપ, દલિત નેતા ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટી, સીડીપીઆઈ અને નવી જ રચાયેલી પ્યૂરલ જેવી પાર્ટીઓ છ્‌હે જેમને ૧૭ ટકા મત મળે તેવુ અનુંમાન છે. આમ આ નાના પક્ષોના ભાગમાં એલજેપી અને ઉપેન્દ્ર કુશવાહાના ગઠબંધને મળનારા મતો લગભગ ૩૦ ટકા થવા જાય છે જે બિહારની રાજનીતિમાં કોઈ પણ રાજકીય પક્ષના સમીકરણો ધમરોળી શકે છે. ખાસ કરીને બિહારની જે વિધાનસભા બેઠકો પર ફ્લોપ ફાઈટની શક્યતા હતી ત્યાં આ નાના પક્ષો માથાનો દુખાવો બની શકે છે.

જોકે લોકનીતિ-સીએસડીએસના સર્વેમાં એનડીએને પૂર્ણ બહુમત મળવાનું અનુંમાન છે, પરંતુ નાના પક્ષોને મળનારા મતોની ટકાવારી જરૂરથી પડકાર ઉભો કરી શકે છે. માટે જ આ વખતે બિહારની લડાઈ બરાબરની દેખાઈ રહી છે. આ સ્થિતિમાં જોવાનું રહેશે કે નાના નાના પક્ષો કઈ રાજકીય પાર્ટીનો ખેલ બગાડી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.