Western Times News

Gujarati News

વેક્સિન સીધી હોસ્પિટલ પહોંચે તેવું આયોજન થયું

Files Photo

નવી દિલ્હી: કોરોના વાયરસના હાહાકાર વચ્ચે હાલમાં વિશ્વના ઘણા દેશોમાં તેની વેક્સીન તૈયાર કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ઘણી રસી ટ્રાયલના અંતિમ તબક્કામાં પણ પહોંચી ગઈ છે.

જોકે, કોરોના વેક્સીનની ચોરી ન થાય તે માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને હેલ્થ ઓથોરિટી આ વેક્સીનને કોઈ ગુપ્ત જગ્યાએ સાચવીને રાખશે. આ ઉપરાંત વેક્સીન બનાવતી કંપનીઓ જીપીએસ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરશે જેથી કરીને તેઓ વેક્સીનની વહેંચણી પર નજર રાખી શકશે. એટલું જ નહીં વેક્સીન ચોરવાના પ્રાયસ કરનારાઓને ગેરમાર્ગે દોરવા માટે પણ યોજના બનાવશે. કોરોના વેક્સીન બનાવી રહેલી અમેરિકન ફાર્માસ્યુટિકલ જાયન્ટ કંપની ફાઈઝર પોતાની વેક્સીનના શિપમેન્ટ્‌સમાં જીપીએસ સોફ્ટવેર લગાવશે.

આ ઉપરાંત કંપની ડમી ટ્રકોમાં ખોટા શિપમેન્ટ્‌સ પણ લઈ જશે જેથી કરીને સંભવિત વેક્સીન ચોરો ગેરમાર્ગે દોરાઈ જાય. કોરોના વેક્સીનની વહેંચણી જ્યારે શરૂ થશે ત્યારે તે ચોરાઈ જવાનો ભય કંપનીઓને સતાવી રહ્યો છે અને તેના કારણે તેઓ અત્યારથી જ તેની સુરક્ષાના પગલા વિશે વિચારી રહી છે અને તેનું આયોજન કરી રહી છે. અમેરિકામાં કોરોનાની સુરક્ષાને લઈને ઘણી યોજના અંગે વિચારવામાં આવી રહ્યું છે. ઘણા સ્ટેટના મેન્યુફેક્ચરર્સ વેક્સીન સીધી હોસ્પિટલોમાં જ પહોંચે તેવી યોજના બનાવી રહી છે.

ખાલી ડમી ટ્રકો અને જીપીએસ લોકેટર્સ પણ એક વિકલ્પ છે. આ ઉપરાંત ગ્લાસ બનાવતી કંપની કોર્નિંગ ઈન્ક જે કોવિડ-૧૯ વેક્સીન ભરવા માટે શીશીઓ બનાવી રહી છે તે પણ શીશીઓ પર વેરિફિકેશન સ્ટેમ્પ લગાવશે જેથી કરીને નકલી વેક્સીન આવે તો તેનાથી અલગ પડી શકે. ઘણી હોસ્પિટલો પણ તેમના ત્યાં રહેલી ફાર્મસીઓમાં સુરક્ષા વધારી રહી છે.

ફિલાડેલ્ફિયાની જેફરસન હેલ્થ હોસ્પિટલે સિક્યુરિટી કેમેરા લગાવી દીધા છે. આ ઉપરાંત જ્યાં વેક્સીન રાખવામાં આવશે તે ફ્રીઝર રૂમોમાં પણ કીપેડ ઓથોરાઈઝેશન લગાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ગુરૂવારે કોવિડ-૧૯ વેક્સીનને લઈને બેઠક યોજશે જેમાં વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગને લઈને માપદંડો નક્કી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.