Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ૫૬મો જન્મદિવસ મનાવ્યો

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મદિવસ છે. અમિત શાહની ચૂંટણી પ્રબંધન ક્ષમતાના કારણે તેમને ‘ચાણક્ય’ના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. બીજેપીના ઈતિહાસમાં જ્યારથી અમિત શાહને પાર્ટીની કમાન મળી છે તેમનો કાળ સ્વર્ણિમ રહ્યો છે.

તેમનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ મુંબઈમાં થયો હતો. ગૃહ મંત્રીના ખાસ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રી અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, અમિત શાહજીને જન્મ દિવસની શુભેચ્છાઓ. આપણો દેશ એ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો સાક્ષી છે,

જેનાથી તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. બીજેપીમાં મજબૂતીમાં તેમનું યોગદાન પણ સ્મરણીય છે. ઈશ્વર તેમને ભારતની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે. રેલ મંત્રી પીયૂષ ગોયલે અમિત શાહને દીર્ધાયુ થવાની કામના કરી. તેઓએ ટ્‌વીટ કર્યું કે, અથાગ પરિશ્રમથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહેલા ગૃહ મંત્રી અમિત શાહજીને જન્મ દિવસની શુભકામનાઓ.

સીએએ તથા આર્ટિકલ ૩૭૦ હટાવવા જેવા દેશહિતના ર્નિણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવાની સાથે જ બીજેપી સંગઠન અને રાજ્યોમાં બીજેપી સરકારના વિસ્તારમાં આપનું અતુલનીય યોગદાન રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ અમિત શાહને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી. તેઓએ ટિ્‌વટ કર્યું કે, દેશના ગૃહ મંત્રી અને કેબિનેટમાં મારા સાથી અમિત શાહજીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. તમે સ્વસ્થ અને દીધાર્યુ રહો, ઈશ્વરથી આ જ કામના કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.