Western Times News

Gujarati News

છેડતી કરનારો યુવક હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે જબ્બે

Files Photo

અમદાવાદ: શહેરમાં ઈવનિંગ વોક માટે નીકળેલી યુવતીની છેડતી કરીને ભાગી ગયેલા આરોપી યુવકને પકડવા માટે આનંદનગર પોલીસ છેલ્લા બે દિવસથી કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજના સ્કેનિંગ, ઈન્ટેલિજન્સના ઉપયોગથી આખરે પોલીસે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતા ૨૦ વર્ષના આરોપી આશિષ દશરથને બુધવારે તેના ઘરેથી ઝડપી લીધો હતો.

ઘટનાની વિગતો મુજબ, સેટેલાઈટમાં બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા વેપારીની યુવાન પુત્રી સોમવારે સાંજે અશ્વમેઘ બેંગ્લોઝ પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિ એક્ટિવા પર આવ્યો અને તેને પાછળથી ટપલી મારીને ફરાર થઈ ગયો હતો.

આ બાદ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી આનંદનગર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જોકે બે દિવસમાં જ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. કોવિડની ગાઈડલાઈન મુજબ, સૌથી પહેલા આરોપીનો કોરોના ટેસ્ટ કરાયો હતો,

જેમાં તે નેગેટિવ આવતા તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. ૨૦ વર્ષા આ રોમિયોને પકડવા માટે આનંદનગર પોલીસે ખૂબ પ્રયાસો કર્યો. જેમાં અનેક લોકોની પૂછપરછ, ૨૫થી વધુ સીસીટીવીના ફૂટેજનું ચેકિંગ, મોબાઈલ લોકેશન્સ ટ્રેસિંગ સહિતની કામગીરી કરી હતી.

જોકે ઘટનાથી ડરી ગયેલી યુવતી આરોપીનું વર્ણન આપી શકી નહોતી. ઉપરાંત ઘટનાસ્થળની નજીકમાંથી પણ સીસીટીવી મળી શક્યા નહોતા. આખરે પોલીસે સ્કૂલના સીસીટીવીમાં શકમંદ દેખાતા યુવકને લઈને હ્યુમન ઈન્ટેલિજન્સ કામે લગાડ્યું. જેમાં તે યુવક સેટેલાઈટના ગોકુલ આવાસમાં રહેતો તથા ઓનલાઈન ફૂડ ડિલિવરીની નોકરી કરતો આશિષ દશરથ ઠાકોર હોવાનું જાણવા મળ્યું. આ બાદ પોલીસ બુધવારે સવારે જ આરોપીને ઘરેથી પકડી લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમા મળેલી માહિતી મુજબ, આરોપીની ગર્લફ્રેન્ડ પણ તે વિસ્તારના લોકોના ઘરોમાં કામ કરતી હોવાથી તે ત્યાં જ ફરતો રહેતો. ઉપરાંત સાંજના સમયે નજીકમાં આવેલા બગીચા પાસે બેસી રહેતો હતો. ઉલ્લેખનીય છે કે તે વિસ્તારમાં આવેલા બગીચાની બહાર સાંજના સમયે લુખ્ખા તત્વો બેસી રહેવા હોવાથી અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. કેટલાક લોકોએ તો ત્યાંથી નીકળવાનું પણ ટાળી દીધું છે. ત્યારે હવે સવાલ થાય છે કે પોલીસની આ કાર્યવાહીથી અન્ય લુખ્ખા તત્વોમાં પોલીસનો ભય પેદા થશે કે નહીં?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.