મકાન ધરાશાયી થતા માતા અને પુત્રનાં કરૂણ મોત થયાં
જૂનાગઢ: વિસાવદરમા બુધવાર રાતે કાચુ મકાન ધરાશાયી થયું હતું. જેમા ઘટનાસ્થળે જ માતા અને એક પુત્રના મોત થયા છે. જ્યારે પિતા અને અન્ય પુત્રને ઈજા થવાથી વીસાવદર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાવદરના રેલ્વે સ્ટેશન નજીક આવેલા જીવાજીના ડેલામા રહેતા દીનેશભાઈ મકવાણાના કાચા મકાનની છત અચાનક ધરાશાયી થઇ હતી. જેથી ધરમા રહેલા દીવય દીનેશ મકવાણા ઉ. ૧૧ અને તેની માતા રીનાબેન દીનેશભાઈ મકવાણાનું દટાઈ જવાથી મોત નીપજ્યું હતું.
જ્યારે દીનેશભાઈ અને તેના મોટા પુત્ર દીપસને ઈજા થતા સારવાર માટે હૉસપીટલમા ખસેડવામાં આવ્યા હતા. ગત રાત્રે ૧૦૮ને ફોન આવ્યો હતો કે, એક કાચુ મકાન ધરાશાયી થયુ છે ૧૦૮ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. ત્યાં ગામલોકોએ કાટમાળ ખસેડતા દીવયનો મૃતદેહ મળી આવ્યો હતો અને સ્થળ પર દીનેશભાઈ મકવાણા અને તેના મોટા પુત્રને માથાના તેમજ પગના ભાગે ઈજા થઈ છે. તે બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ દીનેશભાઈના પત્નીનો કોઈ પતો નહી લાગતા ઘરમાં પડેલો બીજો કાટમાળ ખસેડતા રીનાબેન દીનેશભાઈ મકવાણાનો મૃતદેહ મળી આવ્યો હતો. આમ કાટમાળ નીચે દબાઈ જવાથી માતા અને એક પુત્રના કરૂણ મોત નીપજ્યા છે. મકાન કાચુ હોય અને વિસાવદરમા પડેલા અનરાધાર વરસાદને કારણે મકાન ધરાશાયી થયુ હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ૧૦૮ની ટીમ દ્વારા મૃતકો તેમજ ઈજાગ્રસ્ત ને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.