Western Times News

Gujarati News

NRI હવે સરળતાથી ભારત આવી શકશેઃ સરકારે તમામ વિઝા પ્રતિબંધો હટાવ્યા

નવી દિલ્હી, કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉનની સાથે સાથે ભારત સરકારે લગાવેલા વિઝા પ્રતિબંધો પણ હવે હટાવી લેવાયા છે.

સરકારે ઈલેક્ટ્રોનિક, ટુરિઝમ અને સારવારની કેટેગરી સિવાયના બીજા તમામ પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી લેવાનો નિર્ણય કર્યો છે.કેન્દ્રના ગૃહ મંત્રાલયે આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, સરકાર ટુરિઝમ પરના વિઝાને છોડીને તમામ ઓસીઆઈ, પીઆઈઓ કાર્ડ ધારકો તથા બીજા વિદેશી નાગરિકોને કોઈ પણ પ્રકારના હેતુસર ભારત આવવા માટે પરવાનગી આપે છે.ભારત સરકારના સત્તાવાર એરપોર્ટ અથવા તો બંદરો પરથી ઈમિગ્રેશનની વિધિ કરીને વિદેશી નાગરિકો ભારતમાં પ્રવેશી શકે છે.

જોકે મંત્રાલયે કહ્યુ છે કે, ભારત આવતા વિદશી નાગરિકોએ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડ માટે જે ગાઈડ લાઈન નક્કી કરાઈ છે તેનુ પાલન કરવુ પડશે.સારવાર કરાવવા માટે આવવા માંગતા વિદેશી નાગરિકોએ વિઝા માટે અગાઉથી અરજી કરવાની રહેશે.તેઓ મેડિકલ એટેન્ડન્ટ માટે પણ અરજી કરી શકે છે.

સરકારના આ નિર્ણયથી હવે વિદેશી નાગરિકોની સાથે સાથે વિવિધ દેશોમાં રહેતા બીન નિવાસી ભારતીયો માટે પણ ભારત આવવુ આસાન બનશે.કોરોનાના કારણે છેલ્લા 6 મહિનાથી આ પ્રતિબંધો લાગુ કરાયેલા હતા.જોકે હવે સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.