યુવતી સાથે રાખી કારમાં દારૂની ખેપનો કીમિયો નિષ્ફળ બનાવતી મેઘરજ પોલીસ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોના દરેક કીમિયા જાણે પોલીસ નકામા કરતી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પહોંચાડવા બુટલેગરો અલગ અલગ નુસખા અજમાવતા હોય છે. જોકે, પોલીસે દરેક વખતે બુટલેગરોના નુસખા પર પાણી ફેરવી દેતા બુટલેગરોએ વધુ એક નવો કીમિયો અપનાવ્યો હતો ઉદેપુરના બે બુટલેગરોએ પોલીસની આંખ માં ધૂળ નાખવા યુવતીનો સહારો લીધો હતો
જોકે મેઘરજ પોલીસ બુટલેગરો પર ભારે પડી હતી ઉદેપુરના બે બુટલેગર સ્વીફ્ટ ડિઝાયર કારમાં ડ્રાઇવરની બાજુમાં યુવતી બેસાડી કારમાં ગુપ્ત ખાનામાં દારૂ ભરી રાજસ્થાન તરફથી આવતા કાલીયાકુવા નજીક મેઘરજ પોલીસે અટકાવી તલાસી લેતા સ્વીફ્ટ ડિઝાયર કારના હેન્ડબ્રેકની નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલ ૩૮ હજારનો વિદેશી દારૂ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી યુવતી અને બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
બુટલેગરો હવે વિદેશી દારૂ ઘુસાડવા કારમાં પરિવાર જેવો માહોલ ઉભો કરી દારૂની ખેપ મારવાનું શરૂ કર્યું હોય તેમ મેઘરજ પોલીસે હવે દારૂની હેરાફેરી માટેનો નવો જ કીમિયો શોધી કાઢ્યો છે.મેઘરજ પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે કાલીયાકુવા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી કારને અટકાવી તલાસી લેતા કારમાં હેન્ડબ્રેક અને શીટ નીચે ગુપ્ત ખાનું મળી આવતા પોલીસે ગુપ્ત ખાનામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ-પાઉચ નંગ-૨૨૧ કીં.રૂ.૩૮૯૦૦/- નો જથ્થો જપ્ત કરી
૧)મહેન્દર ઈન્દરસિંગ રાણા,૨)વિજયસીંગ રોડસીંગ દેવડા અને ૩)મનીષા ઉર્ફે કોમલ મહેન્દ્ર શર્મા (ત્રણે રહે.ઉદેપુર-રાજ)ને ઝડપી પાડી વિદેશી દારૂ, ત્રણ મોબાઈલ,કાર મળી કુલ રૂ.૩૪૯૯૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી યુવતી સહીત બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જેમાં ઈ-ગુજકોપ પોકેટ કોપમાં ત્રણે આરોપીની માહીતી ચેક કરતા વિજયસીંગ દેવડા સામે અગાઉ પણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ હતો અને ફરાર હતો મેઘરજ પોલીસને વધુ એક ગુન્હાનો ઉકેલ કરવામાં સફળ રહી હતી