બોપલ-ઘુમાની આજની પરિસ્થિતિને માટે જવાબદાર કોણ ?
“ઔડા” કે બોપલ-ઘુમા મ્યુનિસીપાલીટી ? : ઔડાના સત્તાવાળાઓ કહે છે કે ચોમાસા બાદ રસ્તાઓ રીપેર થશે ખાડાઓ પુરવામાં આવશે તો ત્યાં સુધી નરકમાં જીવવું ? એમ રહીશો પ્રશ્ન કરી રહયા છે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : બોટલ-ધુમાના નાગરીકો માટે આજે વિસ્તાર નર્કાગાર જેવો બની રહયો છે. આ વિસ્તાર બોપલ-ધુમા મ્યુનિસિપાલીટીની હદમાં આવે છે. આ વિસ્તારના નાગરીકો જયારે મ્યુનિસીપાલીટીના અધિકારીઓને રજુઆત કરવા જાય છે. ત્યારે એક જ જવાબ મળે છે કે જે સમસ્યા છે. તેનો ઉકેલ માત્રને માત્ર ઔડા જ લાવી શકશે, કારણ કેતેના આવૃતિમાં આવે છે.
ઔડાના અધિકારીઓ સમક્ષ જયારે રજુઆતો કરવામાં આવે છે. ત્યારે જવાબ મળે છે કે આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનો નાંખવાની છે. અને આ કામ વિચારણામાં છે; એટલે જયાં સુધી ડ્રેનેજ લાઈનો નાંખવામાં નહી આવે; અને જા રસ્તા રીપેર કરવામાં આવે તો તેનો અર્થ રહેતો નથી. કારણો ડ્રેનેજ લાઈનો નાંખી વખતે ફરી રસ્તાઓ ખોદવા પડશે.ચોમાસુ પુરુ થશે કે તુરત જ ડ્રેનેજ લાઈનને નાખવાનું કામ શરૂ કરવામાં આવનાર છે. કામચલાઉ સમાધાન તરીકે જયાં જયાં ખાડાઓ પડયા છે. જયાં ચોમાસામાં પાણી ભરાય તેમ છે. તે ખાડાઓ પુરવામાં આવશે.
રસ્તાઓમાં પડેલા ખાડાઓ તથા ગંદકીના કારણે સામાન્ય પડેલા વરસાદમાં પાણી ભરાઈ જવાને કારણે મચ્છરોમાં ઉપદ્રવ વધી ગયો છે. પાણીજન્યરોગોમાં વધારો થઈ રહયો છે. તથા નાના-મોટા અકસ્માતો પણ થતા હોય છે.
બોપલ-ધુમા વિસ્તારમાં રહેતી રહીશોનું કહેવું છે કે થોડાક મહીના પહેલા ડ્રેનેજ લાઈનો નાખવા માટે રસ્તા ખોદવામાં આવ્યા થોડાક જ ભાગમાં ડ્રેનેજ લાઈન નંખાયા બાદ, હવે ચોમાસા બાદ કામ શરૂ કરાશે, તેમ જણાવી કામ અધુરું મુકી જતા રહયા, અને જે ખાડાઓ ખોદવામાં આવ્યા હતાંતે પુરવાની પણ તસ્દી લીધી નહી આજે થોડા વરસાદમાં રસ્તામાં પથરાયેલી માટી કીચ્ચડ બની છે.
રસ્તાઓ લપસણા બની ગયા છે. અને રસ્તા ઉપર લપસી પડાય છે૩ અનેક સ્કુટર ચાલકો લપસી પડયાના બનાવો પણ બન્યા છે. આ માટે જવાબદાર કોણ ? રસ્તાઓ પર કીચ્ચડ તથા કચરાના ઢગલાઓને કારણે નાના-મોટી અકસ્માત પણ સર્જાતા હોય છે. આ વિસ્તારમાં આવેલ વિભુષણ બંગ્લોઝના ચેરમેન જણાવે છે કે, રસ્તાઓ એટલા બિસ્માર હાલતમાં છે. વરસાદની સીઝનમાંથી ત્યાં પસાર થવું પણ જીવનું જાખમ છે. ઔડા ના સત્તાવાળાઓ જવાબ આપે છે; ચોમાસા બાદ જ રસ્તાઓ રીપેર કરાશે આ પરીસ્થિતમાં રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.
દર્શન રેસીડેન્સીના હેમલ ગઢવી કહે છે કે ૮થી૯ સોસાયટી વચ્ચે એક જ ડસ્ટબીન હોવાથી કચરો પુષ્કળ પ્રમાણમાં ભેગો થાય છેઘ સફાઈ થતી નથી અને ચોતરફ તેનેકારણે દુર્ગધ મારે છે.ચોમાસામાં તો સ્થિતી એટલી ખરાબ થઈ છે કે ગંધને કારણે બારી બારણા પણ ખુલ્લા રખાતા નથી. ત્યાંના રહીશોને મુખ્યત્વે ફરીયાદ છે કે રસ્તાઓ ઉપર જે ખાડાઓ છે તે ન પુરવાને કારણે સત્તાવાળાઓને ખાસ કહીને ઔડાના સત્તાવાળાઓની નિષ્ક્રીયતાને કારણે રહીશો નર્કાગારમાં સડી રહયા છે. માખી-મચ્છરોનો ત્રાસ પણ વધી રહયો છે.
જેને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. મેલેરીયા-ટાઈફોઈડના દર્દીઓ પણ અહી વધી રહયા છે. હજુ તો સામાન્ય વરસાદમાં આ પરીસ્થિતીએ છે તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે અતિભારે વરસાદ પડશે તો તેમની સ્થિતી કેવી ભયજનક અને દારૂણ હશે તે કલ્પવું પણ મુશ્કેલ છે.
બોપલ-ધુમા નો એક તરફ વિકાસ થઈ રહયો છે, વસ્તી પણ વધી રહીછે. અનેવ્યાપાર-ધંધાના બજારો પણ વધી રહયા છે. ત્યારે બીજી તરફ પ્રાથમીક સુવિધાનો અભાવ ઉપરાંત રસ્તાઓઉપર પડેલ ખાડાઓ, કાદવ-કીચડ, તથા ગંદકીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ઔડા તથા બોપલ-ધુમાની મ્યુનિસીપાલીટીના સત્તાધીશોએ આ સમાધાન ઉકેલ નહી લાવે તો આ વિસ્તારમાં ગંભીર પરીસ્થિતીઓ સર્જાવાની શકયતા નકારી શકાતી નથી.