કન્નડ ફિલ્મના જાણીતા એકટર બંતવાલનો ઘરમાંથી મૃતદેહ મળ્યો
બેંગ્લુરૂ, જાણીતા કન્નડ એકટર સુરેન્દ્ર બંતવાલ તેમના ઘરમાં મૃત અવસ્થાનમાં મળી આવ્યો છે ટુલ્લુ એકટરનું નિધન તેમના બંતવાલ ખાતેના નિવાસમાં થયું છે.સુરેન્દ્ર બંતવાલના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી સુત્રોના જણાવ્યા અનુસાર એકટરની હત્યાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રે તેના ફિલ્મ કેરિયર બાદ રાજનીતિમાં કદમ રાખવાનો નિર્ણય કર્યો હતો તેઓ તેમના ઘરમાં જ મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં. તેમના નિધનથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એકટર્સને ઘણો જ ઝાટકો લાગ્યો છે તો તેમના ફ્રેન્સ પણ આ સમાચાર જાણીને દુખી છે. સુત્રોનું માનવુ છે કે આ કેસમાં પૈસાની લેતી દેતી હોઇ શકે છે.
આ અંગે ધણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે સુરેન્દ્ર બંતવાલ સોશિયલ મીડિયા પર ઘણો જ એકિટવ રહ્યો છે અને રાજકારણ પર તેમનું બિન્દાસ નિવેદન મુકતા રહે છે સુરેન્દ્ર ટુલ્લુ ફિલ્મ ચલી પોલિલુ અને સવર્ણ દીર્ધા સંધી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકયા છે.HS