એક દિવસમાં ૫૫૮૩૮ કોરોનાના નવા કેસ સામે આવ્યા
નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં ઘટાડા બાદ એકવાર ફરી તેમાં વધારો નોંધાયો છે.જાે કે વાયરસથી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.ગત ૨૪ કલાકમાં વાયરસથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા આ દરમિયાન દાખલ કરવામાં આવેલ સંક્રમણના નવા મામલાથી વધુ રહી છે. ગુરૂવારે સંક્રમણના ૫૫ હજારથી વધુ મામલા રિપોર્ટ કરવામાં આવ્યા જયારે આ દરમિયાન ૭૯ હજારથી વધુ દર્દીઓએે વાયરસને પરાજય આપ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૫,૮૩૮ નવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા જયારે આ દરમિયાન ૭૦૨ લોકો વાયરસના કારણે મોતને ભેટયા છે દેશમાં સંક્રમિતોની સંખ્યા ૭૭ લાખને પાર કરી ગઇ છે.અત્યાર સુધીમાં ૭૭,૦૬,૯૪૬ લોકો વાયરસની ચપેટમા આવી ચુકયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં વાયરસથી અત્યાર સુધી ૬૮,૭૪,૫૧૮ દર્દીઓ સાજા થઇ ગયા છે દેશમાં સક્રિય મામલાની સંખ્યા સતત આઠ લાખથી નીચે બનેલ છે. હાલમાં સક્રિય મામલાની કુલ સંખ્યા ૭,૧૫,૮૧૨ છે જયારે વાયરના કારણે અત્યાર સુધી ૧,૧૬,૬૧૬ના મોત થયા છે.HS