અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદ
વાસણા બેરેજનો એક દરવાજા ખોલાયો |
આજે ભારે વરસાદની આગાહીથી તંત્ર સજ્જઃ નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું |
(પ્રતિનિધિ) અમદાવાદ : મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના પગલે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહયો છે જેના પરિણામે મોટાભાગની તમામ નદીઓમાં પૂર આવ્યા છે અને મહત્વપૂર્ણ મોટા ડેમો છલકાવાની તૈયારીમાં છે ગઈકાલે મોડી સાંજથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે વડોદરા શહેર જળબંબાકાર બની ગયું છે
જયારે અમદાવાદ શહેરમાં પણ વરસાદ પડવાનો શરૂ થતાં કોર્પોરેશનનું તંત્ર સતર્ક બની ગયું છે શહેરમાં મોડીરાત સુધી પડેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જાકે રાત્રે મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ વહેલી સવારથી ફરી એક વખત સમગ્ર શહેરમાં વરસાદ પડવાનો શરૂ થતાં જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.
દિલ્હીના હવામાન વિભાગે ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે સતત પડેલા વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું અને મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં જાકે રાતભર મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ વહેલી સવારથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પુનઃ વરસાદ પડવાનો શરૂ થતાં જ ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થતાંની સાથે જ હાટકેશ્વર, બાપુનગર, સરસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવાયા છે એટલું જ નહી પરંતુ આ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવાની પણ સુચના આપવામાં આવી રહી છે લો પ્રેશર સિસ્ટમ ખૂબજ મજબુત બનતા ગુજરાતભરમાં વરસાદ પડવાનો શરૂ થયો છે.
અમદાવાદ તથા રાજયના અનેક શહેરોમાં આજે પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે વહેલી સવારથી જ નાગરિકો આવશ્યક દુધ સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે પડાપડી કરતા જાવા મળ્યા હતાં
અમદાવાદ શહેરમાં તથા ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે વાસણા બેરેજમાં ૧૩ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પરિણામે એક દરવાજા ખોલી નાંખવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં સવારથી જ શરૂ થયેલા વરસાદના પગલે રાજય સરકાર દ્વારા કોર્પોરેશનના તંત્રને તાકીદ કરી જરૂરી તમામ પગલાં ભરવાનો આદેશ આપ્યો છે ખાસ કરીને શહેરના અનેક માર્ગો જાખમી બની ગયા છે ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
શહેરમાં સવારથી જ શરૂ થયેલા વરસાદ અને આજે ભારે વરસાદની આગાહીના પગલે શાળા-કોલેજામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાવા મળી રહી છે.