દેશી કોરોના વેક્સિનને ત્રીજા ટ્રાયલ માટેની મંજૂરી અપાઈ
નવી દિલ્હી: દેશી કોરોના વેક્સિન ર્ઝ્રદૃટ્ઠટૈહનું છેલ્લા તબક્કાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થઈ શકે છે. ભારત બાયોટેકને ડ્રગ રેગ્યુલેટર તરફથી ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ડીસીજીઆઈની નિષ્ણાત સમિતિની મંગળવારે બેઠક મળી હતી. તેમાં રસીના છેલ્લા ટ્રાયલને મંજૂરી આપવામાં આવી હતી.
ડીસીજીઆઈએ પ્રોટોકોલમાં થોડો ફેરફાર કર્યો છે. ભારતમાં રસીના ટ્રાયલમાં ૨૫,૦૦૦થી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.
તેમને ૨૮ દિવસના અંતરે રસીના બે ડોઝ આપવામાં આવશે. પ્રારંભિક ટ્રાયલમાં રસીના પરિણામોએ અપેક્ષા વધારી છે. કોવાક્સિને કોરોના વાયરસની પ્રથમ સ્વદેશી રસી છે.
જેનું નિર્માણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના સહયોગથી કરવામાં આવ્યું છે. ૫ ઓક્ટોબરે સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કંપનીને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે પ્રોટોકોલને પુનઃ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સમિતિનું માનવું હતું કે ત્રીજા તબક્કાની ટ્રાયલ માટેની ડિઝાઇન સંતોષકારક હતી. પરંતુ તેની શરુઆત બીજા તબક્કાના સલામતી અને રોગપ્રતિકારક શક્તિના ડેટા દ્વારા સાચો ડોઝ નક્કી કર્યા પછી જ ત્રીજો તબક્કો શરૂ થવો જોઈએ. સમિતિએ પહેલા તે ડેટાની કંપની પાસેથી માગણી કરી હતી.
પહેલી સ્વદેશી વેક્સીન બનાવનાર કંપની ભારત બાયોટેકનો પ્લાન છે કે દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને આસામમાં કોવાક્સિન છેલ્લા તબક્કાનું ટ્રાયલ કરવાની યોજના ધરાવે છે.
કંપની ફેબ્રુઆરી સુધીમાં અંતિમ ટ્રાયલના પરિણામ આવી જશે તેવી આશા ધરાવે છે. ત્યારબાદ આ સ્વદેશી રસીના મેડિકલ એપ્રુવલ અને સામાન્ય બજારમાં રજૂ કરવા માટે પરમિશન મેળવવા એપ્લાય કરવામાં આવશે.