Western Times News

Gujarati News

કોરોના વેક્સિન આગામી વર્ષે આવી શકે છે :ટ્રમ્પનો દાવો

કોરોના મહામારીની વચ્ચે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. શુક્રવારે યોજાયેલી પ્રેસિડેન્શલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનએ (Jo Biden) મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શલ ડિબેટમાં કહ્યું કે આપણી પાસે કોરોના વાયરસની એક વેક્સીન આવવાની છે. #Covid19 Corona Vaccince can be available next year US president donald trump during election debate

તેમણે કહ્યું કે હું હૉસ્પિટલમાં હતો અને અને તે મારી પાસે હતી. પ્રેસિડેન્શલ ડિબેટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું કે જળવાયુ પરિવર્તનને લઈને લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે.

ટ્રમ્પે કહ્યું કે, ચીનને જુઓ, રશિયા અને ભારતને પણ જુઓ, ત્યાં વાયુ પ્રદૂષણ કેટલું ગંભીર છે. આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકામાં સૌથી ઓછા કાર્બનનું ઉત્સર્જન છે. ડિબેટમાં ટ્રમ્પ અને બાઇડનની વચ્ચે ઉત્તર કોરિયાને લઈ ઉગ્ર ચર્ચા જોવા મળી. ટ્રમ્પે કહ્યું કે આપણે ઉત્તર કોરિયાની સાથે યુદ્ધ જેવી સ્થિતિમાં નથી. આપણા તેમની સાથે સારા સંબંધ છે. તેની પર બાઇડને વળતો હુમલો કર્યો. તેઓએ કહ્યું કે હિટલરના યૂરોપ પર હુમલા કરતાં પહેલા પણ આપણી સાથે સારા સંબંધ હતા.

ડિબેટ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાની પાસે ટૂંક સમયમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ હશે. જ્યારે બાઇડેને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની પાસે કોવિડ-૧૯ સામે લડવા માટે કોઈ પ્લાન નથી. બાઇડેને કહ્યું કે કોવિડ-૧૯થી થયેલા મોત માટે જવાબદાર વ્યક્તિને રાષ્ટ્રપ્રમુખ ન રાખવા જોઈએ. તેઓએ કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિ માસ્ક પહેરે અને રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ન્યૂયોર્ક ભૂતિયા શહેરમાં બદલાઈ ગયું છે.

ટ્રમ્પે કહ્યું કે દેશને બંધ ન કરતાં તો દેશના લોકો આત્મહત્યા કરવાનું શરૂ કરી દેતા .કોરોના વાયરસથી અમેરિકામાં થયેલા મોત પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ મારી ભૂલ નથી, આ જો બાઇડનની પણ ભૂલ નથી, આ ચીનની ભૂલ છે જે અમેરિકામાં આવી. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર આખી દુનિયાની નજર ટકેલી છે.

ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે એ પહેલા યુએસ પ્રેસિડેન્શિયલ ડિબેટનો છેલ્લો રાઉન્ડ ચાલુ છે. રાષ્ટ્રપતિ તથા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તથા ડેમોક્રેટિક હરિફ જો બાઈડેન છેલ્લા રાઉન્ડમાં આમને સામને છે. આ દરમિયાન બંને તરફથી એકબીજા પર આકરા પ્રહારો થઈ રહ્યા છે.

જો બાઈડેન દર વખતની જેમ આ વખતે પણ કોરોના વાયરસ પર ઘેરી રહ્યા છે પરંતુ ટ્રમ્પ તો જાણે માનતા જ નથી, તેઓ આ વખતે પણ ડિબેટમાં માસ્ક વગર જ પહોંચ્યા. બાઈડેન પર ટ્રમ્પે આકરો હુમલો કરતા કહ્યું કે આપણે કોરોના વાયરસથી મરી રહ્યા છીએ પરંતુ ટ્રમ્પ છે કે તેની કોઈ જવાબદારી લેતા નથી.

જેના પર ટ્રમ્પે કહ્યું કે હું જવાબદારી લઉ છું પરંતુ આ વાયરસ ચીનથી આવ્યો છે. ટ્રમ્પે અમેરિકામાં સારી સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવા અંગે કહ્યું કે આપણા ત્યાં ૯૯ ટકા યુવાઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. જો બાઈડેને ટ્રમ્પને તે નિવેદન ઉપર પણ ઘેર્યા જેમાં તેમણે કહ્યું હતું કે ઈસ્ટર પહેલા જ કોરોના સમાપ્ત થઈ જશે પરંતુ હજુ સુધી સરકાર પાસે કોઈ નક્કર યોજના નથી કે કોવિડ-૧૯ રસી આગામી વર્ષની મધ્ય પહેલા પણ આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.